ગીર-સોમનાથ જિલ્લાની બોર્ડની પરીક્ષાઓની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરતા શિક્ષણ મંત્રી

0

વિદ્યાર્થીઓની કારર્કિદી માટે મહત્વની ગણાતી ધોરણ ૧૦ તથા ૧૨ની પરીક્ષાના આયોજનની ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ તંત્ર દ્વારા કરાયેલી પૂર્વ તૈયારીઓની રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરી હતી. ગાંધીનગર ખાતેથી મંત્રીએ આ પરીક્ષાઓ સુચારૂ રીતે સંપન્ન થાય તે સંદર્ભે દિશાનિર્દેશ આપતા જણાવ્યું કે, બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરતી પરીક્ષાઓ હોય છે. વિદ્યાર્થીઓ આ પરીક્ષાના દબાણમાં ન આવે અને માનસિક તણાવ ન અનુભવે તેના માટે તમામે કાળજી રાખવી ખૂબ જરૂરી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા “જીવન આસ્થા” નામની ટોલ ફ્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જે ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૩૩૫૫૦૦ ઉપર વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ કરીને દબાણ અને ચિંતાથી મુક્ત કરવાનું કાર્ય કરશે. આ સાથે પરીક્ષાઓ ગેરરિતી મુક્ત થાય તેના માટે સંપૂર્ણ સજ્જતાથી કાર્ય કરવા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને મંત્રી જીતુ વાઘાણી નિર્દેશ કર્યા હતા. કોઈ પરીક્ષા કેન્દ્ર ગેરરીતિમાં સંડોવણી સામે આવે તો એક લાખથી વધુનો દંડ સાથે કેન્દ્ર રદ કરવાં ઉપરાંત પણ આંકરા પગલાઓ લેવા માટે નિર્દેશ આપવામાં આવ્યાં છે. આ કેસોમાં પોલીસ તંત્રને પણ સી.આર.પી.સી કલમો હેઠળ ગુનો નોંધવા તેમણે નિર્દેશ કર્યા હતા. જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલે શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના સચિવને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓની વિગતો આપતા જણાવ્યું હતું કે, પરીક્ષાના સમયે અસામાજિક તત્વો પેપર લીક થયું છે, તેવી અફવાઓ ફેલાવે તેવી શક્યતાઓ હોય ત્યારે વિદ્યાર્થીઓ વાલીઓને અફવાઓ ઉપર ધ્યાન ન આપે  તેવી સમજાવટ કરવા પણ શિક્ષણ અને પ્રસાર માધ્યમોથી જાગૃત કરવાની કાર્યવાહી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે. આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ ઝાટ, જિલ્લા શિક્ષણાધિકારી આર.એ.ડોડીયા, જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી એચ.કે.વાજા, એસ.એસ.સી. ઝોનલ અધિકારી એન.ડી. અપારનાથી, એચ.એસ.સી ઝોનલ અધિકારી એસ.વી.ડોડીયા, એસ.એસ.સી ઉના ઝોનલ અધિકારી  વી.બી. ખાંભલા સહિતના અધિકારઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગીર-સોમનાથ જિલ્લામાં ધોરણ ૧૦-૧૨માં ૩૧૭૪૧ છાત્રો પરીક્ષા આપશે

ગીર-સોમનાથ જિલ્લામાં ધોરણ ૧૦-૧૨માં ૩૧૭૪૧ વિદ્યાર્થીઓ પરીક્ષા અપાશે. આ પરીક્ષાઓ જિલ્લામાં ૪૩ કેન્દ્રના ૧૧૦૦ બ્લોકમાં યોજાશે. ધોરણ-૧૦માં ૨૨૫૨૦ વિદ્યાર્થીઓ ૨૭ કેન્દ્ર ઉપરના ૭૫૧ બ્લોકમાં પરીક્ષા આપશે. જ્યારે ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં ૪ કેન્દ્ર ખાતે ૮૩ બ્લોકમાં ૧૫૮૭ વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં ૧૨ કેન્દ્રોના ૨૬૬ બ્લોકમાં ૭૬૩૩ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષાઓ ૩ ઝોનમાં વિભાજિત કરવામાં આવી છે. એસ.એસ.સી. માટે વેરાવળ અને ઉના ઝોન રહેશે. ત્યારે એચ.એસ.સી. માટે વેરાવળ ઝોન રહેશે. ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષાઓ તા.૨૮-૩-૨૦૨૨ થી તા.૧૨-૪-૨૦૨૨ સુધી લેવામાં આવનાર છે.

વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરવા કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરાયા

ગુજરાત માધ્મમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ એક પ્રકારે તનાવ પણ જાેવા મળતો હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ તનાવ મુક્ત બની, ર્નિભયપણે પરીક્ષા આપે સાથે જ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નનું નિરાકરણ મળી રહે તે માટે જિલ્લામાં તંત્ર દ્વારા ૩ કાઉન્સેલીંગ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યાં છે. આ કાઉન્સેલીંગ સેન્ટરનો લાભ મેળવવા માટે ઉના ગીર ગઢડાના વિદ્યાર્થાઓએ ૯૨૭૬૨ ૦૬૬૩૭, વેરાવળ, તાલાળા અને સુત્રાપાડાના વિદ્યાર્થીઓએ ૯૪૨૮૫ ૨૨૬૩૪ ઉપર અને કોડીનારના વિદ્યાર્થીઓએ ૯૮૨૪૫ ૭૦૪૯૧ ઉપર સંપર્ક કરવાનો ર હેશે. આ કાઉન્સેલિંગ સેન્ટર કોડિનારની શાહ એમ.એમ. હાઈસ્કૂલ અને મ્યુ. ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ સીમારની વિનોબા વિદ્યા મંદિર ખાતે કાર્યરત કરવામાં આવ્યાં છે. ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે જિલ્લા કંન્ટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. જેના ટેલિફોન નં.૦૨૮૭૬૨૨૧૦૯૫ ઉપર સંપર્ક સાધી શકાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!