જૂનાગઢમાંથી મળેલી અજાણ્યા યુવકની હત્યાનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ

0

જૂનાગઢ શહેરમાં ગઈકાલે એક અજાણ્યા યુવકની હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી અને પોલીસે યુવકની હત્યા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢમાં ગઈકાલે વહેલી સવારે જેલની પાછળનાં વિસ્તારમાંથી એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલી અને લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા એ ડીવીઝન પોલીસનો કાફલો બનાવનાં સ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા પણ બનાવનાં સ્થળે દોડી આવી તપાસનીશ ટીમને માર્ગદર્શન પુરૂ પાડયું હતું. દરમ્યાન જે અજાણ્યા યુવકની હત્યા કરેલ મૃતદેહ મળી આવ્યો હતો તેણે શરીરે શર્ટ અને પેન્ટ પહેરેલ હતા તેના માથા અને કાન ઉપર કોઈપણ હથિયાર વડે અથવા પથ્થરનાં ઘા ઝીંકીની હત્યા કરાયાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.  દરમ્યાન જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટી અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ ટેકનીકલ ફોર્સ, ક્રાઈમ બ્રાંચ અને એ ડીવીઝન પોલીસની ત્રણ ટીમ બનાવી અને અજાણ્યા યુવાનની હત્યાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!