શ્રી શંકરાચાર્ય સંસ્કૃત મહાવિદ્યાલયનાં વિદ્યાર્થીઓની રાજયકક્ષાએ પ્રાપ્ત કરેલ સિધ્ધી

0

તાજેતરમાં ગુજરાત રાજયમાં આવેલ ૩૮ સંસ્કૃત મહાવિદ્યાલયોની ર૭મી રાજયસ્તરીય સ્પર્ધાઓનું આયોજન ભરૂચ ખાતે શ્રી નર્મદા સંસ્કૃત પાઠશાળામાં કરવામાં આવેલું હતું. જેમાં વેદ, વ્યાકરણ, સાહિત્ય, ન્યાય જેવા વિવિધ શાસ્ત્રોની ર૮ સ્પર્ધાઓ પૈકી ૯ સ્પર્ધામાં શ્રી શંકરાચાર્ય સંસ્કૃત મહાવિદ્યાલયનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં જાેશી દીપ તથા તિવારી પ્રભાકર દ્વારા ક્રમશ ધાતુકંઠપાઠ અને ન્યાયશલાકા સ્પર્ધામાં વિશિષ્ટ સિધ્ધી બદલ કાંસ્યપદક પ્રાપ્ત કરી મહાવિદ્યાલયનું નામ ઉજ્જવળ કરેલ છે. જે સંદર્ભે દ્વિપીઠાધીશ્વર શ્રીમદ જગદગુરૂ શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજનાં આર્શીવાદ થકી આ સિધ્ધી પ્રાપ્ત થયેલ છે તથા ઉત્તરોત્તર વધુને વધુ સિધ્ધી પ્રાપ્ત કરો તેવા આર્શીવાદ પૂજય દંડી સ્વામિ શ્રી સદાનંદ સરસ્વતીજીએ આપેલ છે. સન્માન હેતુ બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજી દ્વારા પારિતોષિક આપી ઉત્સાહવર્ધન કરેલ છે તથા વિશેષમાં મહાવિદ્યાલયનાં પ્રધાનાચાર્ય તથા પ્રાધ્યાપકોને પણ આ સિધ્ધી માટે શુભકામનાં પાઠવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!