પી.સી.આર.એ દ્વારા વિવિધ જગ્યાએ ઘરેલું ઉર્જા બચતની તાલીમ યોજાઈ

0

ભારત સરકારનાં પેટ્રોલીયમ મંત્રી અંતર્ગત ચાલતા પી.સી.આર.એ. દ્વારા જૂનાગઢ જીલ્લામાં વિવિધ મંડળોનાં સહયોગથી ઘરેલું ઉર્જા બચતની તાલીમ યોજાઈ હતી. જેમાં બહેનોને ગેસ બચાવો અને ઘરમાં સિલીન્ડર વધારે કેમ ચાલે, રસોઈ બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જાેઈએ તેની માહિતી ફેકલ્ટી અલ્તાફ કુરેશીએ આપી હતી. તમામ બહેનોને ઉર્જા બચતનો સંકલ્પ લેવડાવેલ હતો. તેમજ પી.સી.આર.એ પ્રવૃત્તિ અને ડોકયુમેન્ટરી ફિલ્મ દ્વારા પણ સમજ આપીને ઉર્જા બચતની વિગતો આપવામાં આવી હતી. અને બહેનોને ઉર્જા બચત વિષે પ્રશ્નોતરી યોજાઈ હતી. અને બધાને ‘ઈંધણ સુરક્ષિત તો ભવિષ્ય સુરક્ષિત’ સ્લોગન આપવામાં આવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!