ખંભાળિયાના ક્ષત્રિય અગ્રણી અને સામાજિક કાર્યકર દ્વારા આગામી રવિવારે વિવિધ ધર્મમય કાર્યક્રમો યોજાશે

0

ભગવાન દ્વારકાધીશ તથા દેવાધિદેવ મહાદેવમાં અપરંપાર શ્રદ્ધા ધરાવતા અહીંના આગેવાન પી.એસ. જાડેજા દ્વારા આગામી રવિવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયા માર્કેટીંગ યાર્ડના ચેરમેન, જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, ખરીદ-વેંચાણ સંઘના પ્રમુખ તથા રાજપૂત સમાજ(જામનગર જિલ્લો)ના પ્રમુખ પી.એસ. જાડેજા દ્વારા આગામી રવિવાર તારીખ ૨૦મી માર્ચના રોજ યોજવામાં આવેલા આ ધાર્મિક કાર્યક્રમોમાં સવારે નવ વાગ્યે નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ધવજાજી પૂજન અને નૂતન ધ્વજારોહણ બાદ બપોરે ત્રણથી પાંચ જગત મંદિર- દ્વારકાધીશ ખાતે ધ્વજાજી પૂજન બાદ નૂતન ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રવિવારે સાંજે ૭ થી ૯ વાગ્યા સુધી દ્વારકાના સનાતન સેવા મંડળ પ્રભુ પ્રસાદી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિવિધ ગંભીર બીમારીઓ સામે લડત આપી, લાંબા સમય બાદ સ્વસ્થ થયેલા પી.એસ. જાડેજા દ્વારા ભગવાન દ્વારકાધીશ તથા મહાદેવનો આભાર વ્યક્ત કરવા યોજવામાં આવેલા નૂતન ધ્વજારોહણ સહિતના કાર્યક્રમોમાં તમામ સગા-સંબંધીઓ તથા શુભેચ્છકો સાથેના યોજવામાં આવેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નિમંત્રિતોને અપીલ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!