જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો અકળાઈ ઉઠયા છે. ઉનાળાની શરૂઆત સાથે જ આકરી ગરમીનો દોર શરૂ થયો છે. જૂનાગઢ સહિત વિવિધ શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચી ગયું છે. જયારે ગિરનાર પર્વત ઉપર ૪પ ડિગ્રી તાપમાન પહોંચી જાય છે. જૂનાગઢ શહેરમાં આકરી ગરમીથી લોકો ત્રસ્ત બની ગયા છે. સૂર્યનારાયણ ભગવાન આકાશમાંથી અગ્નિ વરસાવી રહ્યા છે. દરમ્યાન હોળી-ધૂળેટી સુધી આકરી ગરમી પડવાની આગાહી કરાઇ છે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે ઉનાળાની ઋતુનું વ્હેલું આગમન ગણી શકાય. છેલ્લા ૪ વર્ષમાં જાેઇએ તો માર્ચના એન્ડમાં અથવા એપ્રિલના પહેલા અઠવાડિયામાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર રહેતો હોય છે. તેને બદલે જૂનાગઢ શહેરમાં છેલ્લા ૨ દિવસથી ગરમી ૪૦ ડિગ્રીએ આવીને સ્થિર થઇ ગઇ છે. શહેરમાં રવિવારે ૪૦.૧ અને સોમવારે ૪૦ ડિગ્રી ગરમી પડી હતી. દરમ્યાન હજુ હોળી-ધૂળેટી સુધી હિટવેવની આગાહી કરાઇ રહી છે જેથી મહત્તમ તાપમાન ૪૦ થી ૪૨ ડિગ્રી સુધી જઇ શકે છે. જૂનાગઢ શહેરમાં ૪૦ ડિગ્રી જ્યારે ગિરનાર પર્વત ઉપર ૩૬ ડિગ્રી ગરમી રહી હતી. ખાસ કરીને બપોરના સમયે આકરી ગરમીથી જીનજીવન પ્રભાવિત થયું હતું. હોળી અને ધૂળેટીનાં તહેવારો દરમ્યાન પણ આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે અને હીટવેવ જેવી સ્થિતિ રહેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews