જૂનાગઢના ડુંગર દક્ષિણ રેન્જ ભવનાથના કાર્ય વિસ્તારના અભ્યારણ વિસ્તારમાં જૂની પેશકદમી દૂર કરતું વનવિભાગ

0

વન વિભાગ જૂનાગઢ હેઠળના ડુંગર દક્ષિણ રેન્જના ભવનાથ રાઉન્ડના કાર્ય વિસ્તારના અભ્યારણ્ય વિસ્તારમાં વર્ષો જૂની પેશ કદમી બાબતે નામદાર કોર્ટમાં કેશ ચાલતો હોય જેમાં તા.૩૧-૧૨-૨૦૨૧ના રોજ સદરૂ વન વિભાગ જૂનાગઢના તરફેણમાં ચુકાદો આવતા આ પેશ કદમી તાત્કાલિક ધોરણે દુર કરવા હુકમ કરાયો હતો. નામદાર કોર્ટેના હુકમના આધારે તારીખ ૧૪-૩-૨૦૨૨ના રોજ પેશ કદમી યુક્ત જમીનની સર્વે દ્વારા રી-સર્વે કરી જે તે સ્થળ ઉપર રોજકામ કરી દિન-૨માં આ પેશકદમી યુક્ત આનંદ આશ્રમ અને સાંકેટ કુંજના મહંતને તેમનો સામાન અને કિંમતી ચીજવસ્તુઓ હટાવી લેવા જાણ કરવામાં આવેલ હતી. ત્યારબાદ તારીખ
૧૬-૩-૨૦૨૨ના રોજ વન વિભાગ જૂનાગઢના નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ એસીએફ અરવિંદ ભાલીયા અને ડુંગર દક્ષિણ રેન્જ તથા ઉત્તર રેન્જના સ્ટાફને સાથે રાખી પેશ કદમી વાળા આનંદ આશ્રમ અને સંકેત કુંજ આશ્રમમાં જઇ તેમનો કિંમતી સામાન અને જરૂરીયાત વાળી ચીજવસ્તુઓ જેતે સાધુ સેવકોને સોંપી તથા અન્ય સામાન આશ્રમના રૂમમાં એકઠો કરી લોક મારી આ આશ્રમોની જમીન નામદાર કોર્ટેના હુકમથી જૂનાગઢ વન વિભાગ હસ્તક લેવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!