જૂનાગઢ જીલ્લા સહકારી બેંકની ભરતી પ્રક્રિયા અગાઉ બ્લેકલિસ્ટ થયેલી એજન્સીને સોંપવા સામે કોંગ્રેસ દ્વારા વિરોધ

0

જૂનાગઢ જીલ્લા સહકારી બેંકમાં અધિકારી અને કર્મચારી મળી કુલ ૭૧ જગ્યાઓ ઉપરની ભરતી પ્રક્રિયા અગાઉ બ્લેકલિસ્ટ થયેલી એજન્સીને સોંપવામાં આવી હતી અને આ ભરતી પ્રક્રિયા હાલ ચાલુ છે જેમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે અને સમગ્ર પ્રક્રિયા રદ કરી સરકારી એજન્સી મારફત ભરતી પ્રક્રિયા કરવા મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરવામાં આવી છે. જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં મહામંત્રીએ ગુજરાત રાજયનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલને પાઠવેલા પત્રમાં રજુઆત કરતા જણાવેલ છે કે, જૂનાગઢ, પોરબંદર અને ગિર સોમનાથ જીલ્લામાં કાર્યરત જીલ્લા સહકારી બેંકમાં ૧૦ ડેપ્યુટી મેનેજર, ૧૦ સિનિયર ઓફીસર અને ૩૧ જુનિયર ઓફીસર મળી કુલ ૭૧ જગ્યાઓ ઉપર ભરતી માટે અગાઉ જાહેરાત આપવામાં આવી હતી. આ સમગ્ર ભરતી પ્રક્રિયા અમદાવાદની ઈથોસ એચ.આર. મેનેજમેન્ટને સોંપવામાં આવી હતી. તેની લેખિત પરીક્ષા લેવાઈ ગયેલ છે અને હાલ અન્ય પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયા જેને સોંપવામાં આવી છે તે એજન્સી અગાઉ બ્લેકલિસ્ટ થઈ હતી તેમ છતાં આવી એજન્સીને ભરતી પ્રક્રિયા સોંપવામાં સામે જીલ્લા કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવ્યા છે અને ભરતીમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડનો આક્ષેપ કર્યો છે. આ અંગે જીલ્લા કોંગ્રેસે મુખ્યમંત્રીને રજુઆત કરી છે અને ભરતી પ્રક્રિયા રદ કરી સરકારી એજન્સી મારફત ભરતી પ્રક્રિયા કરવામાં આવે તેવી માંગ કરી છે અને ઉમેદવારોનાં હિતમાં સરકારી એજન્સી મારફત ભરતી કરવામાં નહી આવે તો હાઈકોર્ટમાં રીટ પીટીશન કરવાની પણ ચિમકી આપી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!