જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની મહત્વની બેઠક યોજાઈ

0

જૂનાગઢ મનપાની જનરલ બોર્ડની એક બેઠક ગઈકાલે મળી હતી. મનપાના મેયર ગીતાબેન પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં નાયબ કમિશ્નર એમ.કે. નંદાણીયા, સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા, શહેર ભાજપ પ્રમુખ પૂનીતભાઈ શર્મા, કોર્પોરેટર મહેન્દ્રભાઈ મશરૂ, શશીકાંતભાઈ ભીમાણી, આધ્યશકિતબેન મજમુદાર અને કોર્પોરેટરો તેમજ વિરોધપક્ષના નેતા અદ્રેમાનભાઈ પંજા તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જનરલ બોર્ડની યોજાયેલી બેઠકમાં વિવિધ ઠરાવો પાસ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને જૂનાગઢ શહેરમાં વસ્તા શહેરીજનો માટે ખાસ વ્યાજ માફીની યોજના અમલી કરી જૂનાગઢ મહાનગરમાં વસ્તા અને લાંબા સમયથી કર ભરપાઈ કરવાની રકમ બાકી હોય તેવા આસામીઓને પોતાના જુના ટેકસના માંગણા જુની ફોમ્ર્યુલા મુજબ મિલ્કતવેરો (સામાન્ય કર વોટરચાર્જ કોન્ઝરવન્સી ચાર્જ એજયુકેશન સેશ અન્ય રકમ) સહિતની પુરેપુરી રકમ ભરપાઈ કરી દે એટલે કે પોતાની જુની રકમની શેષ શૂન્ય કરે તેવી તમામ મિલ્કતોને જુની ફોમ્ર્યુલાની વ્યાજની રકમમાંથી ૧૦૦ ટકા વ્યાજ માફી આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તા.૩૧-પ-રર સુધીમાં આ યોજનાનો લાભ લેવા જણાવેલ છે. સ્થાયી સમિતિના ઠરાવ નં.ર૬૧ તા.૧૭-ર-રર થી થયેલ ઠરાવ જનરલ બોર્ડ દ્વારા સર્વાનુમતે બહાલ રાખવામાં આવેલ છે. મહાનગરપાલિકા જૂનાગઢની માલિકીની તળાવ દરવાજા પમ્પીંગ સ્ટેશન પાસેથી ૧૦ટ૯ ના માપ સાઈઝની જમીન હાલ ભાડુઆત ઈલ્યાસ મહમદ શેખડાને ભાડા પટ્ટાની સમય મર્યાદા તથા ભાડુ વધારવા માટે નિયમો અનુસાર સ્થાયી સમિતિ ઠરાવ નં.ર૬ર તા.૧૭-ર-રર વંચાણે લઈ જનરલ બોર્ડ દ્વારા સર્વાનુમતે બહાલ રાખવામાં આવે છે. મહાનગરપાલિકા જૂનાગઢની માલિકીની તળાવ દરવાજા મોર્ડન ડાઈનીંગ હોલની નીચે ૮ટ૮ નાં માપસાઈઝની દુકાન જમીન ભાડાપટ્ટામાં અંદાજપત્ર આધીન આઠ વર્ષનો વધારો કરી આપવા અંગેની દરખાસ્તને નિયમો અનુસાર સ્થાયી સમિતિ ઠરાવ નં.ર૬૩ તા.૧૭-ર-ર૦રર વંચાણે લઈ જનરલ બોર્ડ દ્વારા સર્વાનુમતે બહાલ રાખવામાં આવે છે. ગઈકાલે યોજાયેલી બેઠકમાં પુરવણી એજન્ડાનાં મુદા રજુ થયા હતા. જેમાં સરકારશ્રીની ૧૪માં નાણાપંચ યોજના અન્વયે સને -ર૦૧૬-૧૭ ના પ્રથમ હપ્તાની જનરલ હેડ તળેની રકમમાંથી રૂા.રર,૪૯,૯૯૮ રકમમાંથી વોર્ડ નં.૧૩માં જુદી જુદી સાઈઝની એસી પ્રેસર પાઈપલાઈનની કામગીરી હાથ ધરવા માટે બહુમતીથી મંજુરી આપવામાં આવેલ છે. આ ઉપરાંત મનપાની સ્ટ્રીટલાઈટ શાખા દ્વારા પોલ નંબર આપવાની કામગીરી પુર્ણ થયેલ છે. લોકોને પોલ નંબરનો ખ્યાલ આવે તે માટે પ્રચાર કરી લોકોને જાગૃત કરવા સભ્ય લલિતભાઈ પરસાણાએ કરેલ દરખાસ્ત કમિશ્નરશ્રી તરફ કાર્યવાહી અર્થે મોકલવામાં આવેલ છે. જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ભુગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે. રહેણાંક વિસ્તારમાં મેઈન ગટર અને ઈન્ટરનલ ગટર અંગેની આયોજનની સંપુર્ણ વિગતો બોર્ડના તમામ સભ્યોને આપવા સભ્ય લલિતભાઈ પરસાણાએ કરેલ દરખાસ્ત કમિશ્નર તરફ કાર્યવાહી અર્થે મોકલવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્વારા ઘણાં બિલ્ડીંગને ર૬૦(૧) અને ર૬૦(ર)ની નોટીસ આપવામાં આવેલ છે. આ બાબતે ગેરકાયદેસર બાંધકામ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા સભ્ય મંજુલાબેન પરસાણાએ કરેલ દરખાસ્ત કમિશ્નર તરફ કાર્યવાહી અર્થે મોકલવામાં આવેલ છે. મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા ભુગર્ભ ગટરની કામગીરીમાં નબળી ગુણવત્તા વાળા પાઈપ ફીટ કરવામાં આવે છે. આ બાબતે પાણી પુરવઠા બોર્ડના ઈજનેરને જનરલ બોર્ડમાં હાજર રાખવા બાબતની રજુઆત સભ્ય મંજુલાબેન પરસાણાએ કરેલ દરખાસ્ત કમિશ્નર તરફ કાર્યવાહી અર્થે મોકલવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!