ખાસ કરીને ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરવા અને કૃષ્ણ સંગ રંગ રમવા લાખો કૃષ્ણ ભકતો આ તહેવારો દરમ્યાન બેટ દ્વારકા પહોંચ્યા હતા. બેટ દ્વારકા ખાતે આવેલ પવિત્ર અને વિખ્યાત કૃષ્ણ મંદિરમાં ધુળેટીનાં દિવસે ઉજવાતાં ફુલડોલ ઉત્સવનો હજારો વર્ષોથી અનેરો મહિમા છે. આ દિવસે મંદિર બપોર બાદ પણ ખુલ્લું રહે છે અને ફુલડોલ ઉત્સવ મનાવાય છે. આ વર્ષ કોરોનાની મહામારી મંદ પડયા બાદનું વર્ષ હોય, હજારો શ્રધ્ધાળુઓ આ ફુલડોલ ઉત્સવ સમયે ખાસ બેટ દ્વારકા આવીને ભાવ, ભકિત અને ઉલ્લાસ, ઉમંગથી કૃષ્ણ સંગ રંગે રમીને પુણ્યનું ભાથુ બાધ્યંુ હતંુ.