દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક ત્રિવેણી સંગમ પાસે નદીમાં નાહવા પડેલા પાંચ તરૂણોના ડૂબી જવાથી મૃત્યું થતા અરેરાટી વ્યાપી ગઈ હતી. ધુળેટી પર્વ ઉપર નદીએ નાહવા ગયેલા પાંચ જેટલા કિશોરો ડૂબ્યા હોવાનું જાણવાં મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટાફ, નગરપાલિકા સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક તરવૈયાઓ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તમામ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતાં. આ ઘટનામાં જીતભાઈ ભરતભાઈ કવા(જાતે.લુહાર, ઉ.વ.૧૬, રહે. શિવ નગર, તાલુકા પંચાયત સામે, ભાણવડ), હેમાંશુંભાઈ ભરતભાઈ રાઠોડ (જાતે. સથવારા, ઉ.વ.૧૭, રહે. ખરાવાડ ભાણવડ), ભૂપેનભાઈ મુકેશભાઈ બગડા (જાતે.અનુજાતી, ઉ.વ.૧૬, રહે. રામેશ્વર પ્લોટ, ભાણવડ), ધવલભાઈ ભાણજીભાઈ ચંડેગરા(જાતે. પ્રજાપતિ, રહે. શિવ નગર, ભાણવડ) અને હિતાર્થે અશ્વિનગીરી ગોસ્વામી(જાતે.બાવાજી, ઉ.વ.૧૬, રહે. શિવ નગર, ભાણવડ) આ તમામના મૃતદેહ ભાણવડ હોસ્પિટલ પી.એમ. માટે લઈ જવાયા હતા.