હથિયારધારાનાં ગુનામાં નાસતો ફરતો આરોપી ઉત્તરપ્રદેશથી ઝડપાયો

0

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે હથિયારના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઉત્તરપ્રદેશથી ઝડપી લઈ ધોરણસરની કાર્યયવાહી હાથ ધરી છે.
આ અંગેની મળતી વિગત મુજબ એ ડીવીઝનમાં હથિયારધારા ભંગનો ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં યુપીનાં એક શખ્સની પણ સંડોવણી હોવાનું ખુલવા પામ્યું હતું. દરમ્યાન વિવિધ ગુનામાં ફરાર રહેલા આરોપીઓને શોધી કાઢવા ઉચ્ચ અધીકારીની સુચના બાદ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શનમાં એ ડીવીઝનનાં પીઆઈ એમ.એમ. વાઢેર અને સ્ટાફે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતાં. દરમ્યાન હથિયારના ગુનાનો આરોપી મોહિત સર્વેશકુમાર ગુપ્તા યુપીનાં રામાયના ગામે હોવાની બાતમી મળી હતી. બાદમાં એ ડીવીઝનનાં પીએસઆઈ આર.પી. ચુડાસમા અને સ્ટાફે યુપી જઈ આરોપીને રાઉન્ડઅપ કર્યો હતો. બાદમાં ઈટાવા કોર્ટમાંથી ટ્રાન્ફર વોરન્ટનાં આધારે પકડી પાડી જૂનાગઢ લાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં હરદાસભાઈ લખમણભાઈ, રામભાઈ રૂડાભાઈ, પંકજપરી મગનપરી, શૈલેષભાઈ દવે વગેરે સ્ટાફ જાેડાયેલ હતો.

error: Content is protected !!