સુપ્રિમ કોર્ટે ગઈ કાલે એક અત્યંત મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું છે કે, અચલ સંપત્તિ ઉપર ૧ર વર્ષથી જેનો કબજાે હોય તે જ એનો કાનુની માલિક ગણાય. તો પછી સાવધાન થઈ જાવ જાે તમારી કોઈ અચલ સંપત્તિ ઉપર કોઈએ કબજાે જમાવ્યો હોય તો તેને ત્યાંથી હટાવવામાં જરા પણ વિલંબ નહી કરતા. જાે તમે તમારી સંપત્તિ ઉપર બીજાનાં ગેરકાનૂની કબજાને પડકારવામાં વિલંબ કરશો તો સંભવ છે કે, એ પ્રોપર્ટી કદાચ તમારા હાથમાંથી હંમેશ માટે ચાલી પણ જાય. સુપ્રિમ કોર્ટે આ બારામાં એક મોટો ફેંસલો સંભળાવ્યો છે જે હેઠળ જાે વાસ્તવિક કે કાનૂની માલિક પોતાની અચલ સંપિત્તિને ગેરકાયદેસરનાં કબજામાંથી પોતાની પાસે લેવામાં સમય સીમાની અંદર પગલા ન લે તો માલિકી હક સમાપ્ત થઈ જશે અને એ અચલ સંપત્તિ ઉપર જેણે કબજાે જમાવ્યો છે તેને જ કાનૂની રીતે માલિકી હક આપી દેવાશે. જાે તમારી અચળ સંપત્તિ એટલે ઘર, પ્રોપર્ટી કે જમીન ઉપર કોઈએ કબજાે જમાવી લીધો હોય તો તમારે તેને હટાવવામાં જરા પણ મોડું ન કરવું જાેઈએ.
જાે તમે તમારી સંપત્તિ ઉપર બીજાએ ગેરકાયદેસર કબજાે કર્યો હોવાની વાતને કોર્ટમાં પડકારવામાં મોડું કરશો તો શકય છે કે, સંપત્તિ કાયમ માટે તમારા હાથમાંથી સરકી જશે. સુપ્રિમ કોર્ટે આ મામલે એક મોટો ચુકાદો આપ્યો છે. આ ચુકાદા અંતર્ગત જાે વાસ્તવિક કે કાયદેસર માલિક અચળ સંપત્તિ ઉપર બીજી વ્યકિતનાં કબજાને પોતાનાં હસ્તક લેવા મા ટે અમુક સમયમર્યાદા અંદર કદમ નહી ઉઠાવે તો તેનો માલિકીનો હક સમાપ્ત થઈ જશે અને એ સંપત્તિ જેણે કબજાે જમાવ્યો છે તેની થઈ જશે.