જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સેવાનું વધુ એક યોગદાન લોહાણા પરીવારની દિકરીનાં ધામધુમથી લગ્ન કરાવી આપ્યા

0

જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરી અને સેવાકીય ક્ષેત્રે ખૂબજ સારી નામના ધરાવે છે. આવી આ સંસ્થાનાં સેવાભાવી (સતત ર૪ કલાક) સેવાકીય કામોમાં રહેતા સંસ્થાનાં પ્રમુખ મનસુખભાઈ વાજા તેમજ તેમની ઉત્સાહીત કાર્યકર્તાઓની ટીમ દ્વારા દાતાઓનાં સહકારથી અનેકવિધ સેવાના કાર્યો કરવામાં આવી રહયા છે. ગઈકાલે આ સેવાભાવી સંસ્થા દ્વારા લોહાણા સમાજની જરૂરીયાતમંદ પરીવારની એક દિકરીનાં ધામધુમથી અને રંગેચંગે લગ્ન કરાવી આપી સેવાનું એક વધુ ઉમદા કાર્ય કરેલ છે. આ સેવાકીય કાર્યને સમાજસેવીઓએ આવકારેલ છે અને આ સંસ્થા દ્વારા વધુ સારા કાર્યો થાય તેવી શુભેચ્છા પાઠવી છે. જૂનાગઢ શહેરમાં રહેતા એક લોહાણા પરીવાર કે જેમની સામાન્ય સ્થિતિ હોય અને આજના મોંઘવારીનાં યુગમાં પરીવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું તે મુશ્કેલજનક સ્થિતિ હોય આવી સ્થિતિમાં ઘર આંગણે દિકરીનો પ્રસંગ આવેલ હોય અને લગ્ન સમારંભ કેમ કરવો તેની મુંઝવણ હતી આ દિકરીનાં પરીવારજનોએ પોતાની મુશ્કેલી સત્યમ સેવા યુવક મંડળનાં મનસુખભાઈ વાજા તેમજ તેમની ટીમને કરતા આ સેવાભાવી સંસ્થાનાં કાર્યકર્તાઓએ એકજ ધડાકે આ પરીવારને ચિંતામુકત બની જવા અનુરોધ કર્યો હતો અને આ પરીવારની દિકરીને સારી રીતે દાતાઓનાં સહકારથી કરીયાવર સાથે લગ્ન સમારંભ કરાવી આપીશું તેવા વિશ્વાસ અને ખાત્રી આપી ચિંતામુકત બનાવ્યા હતા. સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જરૂરીયાતમંદ પરીવારોને મદદરૂપ થવા માટે એટીએમ યોજના એટલે કે ઘડીયા લગ્ન નાત-જાતનાં ભેદભાવ વિના કરી આપવામાં આવે છે અને આ યોજના અંતર્ગત જૂનાગઢ શહેરમાં રહેતા લોહાણા પરીવારનાં કમલેશભાઈ ખખ્ખર કે જે સામાન્ય પરિસ્થિતિમાં હોય અને પરીવારનું ગુજરાન ચલાવી રહયા હોય તેવા આ પરીવારે સત્યમ સેવા યુવક મંડળનાં પ્રમુખ મનસુખભાઈ વાજાને રજુઆત કરી હતી અને આ સંસ્થાએ આ પરીવારને મદદ કરી હતી જેના પરીણામે ગઈકાલે મયારામ આશ્રમ ખાતે ધામધુમથી લગ્ન સમારંભ યોજી આપ્યા હતા. રીયાબેન ખખ્ખરનાં લગ્ન વેરાવળનાં જયદીપભાઈ ભીમજીયાણી સાથે રંગેચંગે યોજી અને સાસરે વળાવી આપેલ, એટલું જ નહી કરીયાવરમાં કબાટ, સેટી પલંગ સહિત ૭૦ જેટલી વસ્તુઓ કરીયાવરમાં આપી હતી. આ પ્રસંગે જૂનાગઢ મનપાનાં ડેપ્ય્ટિ મેયર ગીરીશભાઈ કોટેચા, દાણાપીઠ વેપારી મંડળનાં પ્રમુખ રાજુભાઈ જાેબનપુત્રા હસમુખભાઈ ત્રીવેદી, બટુક બાપુ, ઝાંઝરડા જલારામ મંદિરનાં મેનેજીંગ ટ્રસ્ટી પ્રોે. પી.બી. ઉનડકટ, ધ્રુતિબેન અવાશીયા, નરેન્દ્રભાઈ કારીયા, નરોતમભાઈ કારીયા, રમેશભાઈ કારીયા, કિશનભાઈ ખખ્ખર, મહેન્દ્રભાઈ રૂપારેલીયા, કલ્પેશભાઈ રાજા, રાજનભાઈ ખખ્ખર, ઓન્લી ઈન્ડીયનનાં એનજીઓ, તેમજ વિજયભાઈ સોલંકી સહિતનાં અગ્રણીઓએ આ સમારંભમાં ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાનાં પ્રમુખ મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડીયા, શાંતાબેન બેશ, અલ્પેશભાઈ પરમાર, રતનબેન, વિનોદભાઈ કાલરીયા, નાથાભાઈ કંડોલીયા, મનોજભાઈ સાવલીયા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!