દેવભૂમિ દ્વારકા જિલ્લાના માછીમારોને તા.૩૧ જુલાઇ સુધી દરીયાકાંઠે કે ક્રિક એરીયામાં અવર-જવર ઉપર પ્રતિબંધ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા બંદરોએથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે. સમુદ્રમાં ગયા પછી વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સબંધે આવા સમુદ્રમાં રહેલ માછીમારોને ચેતવણી પહોંચાડવી શકય હોતી નથી. તેમજ માહે જુન માસથી દરીયો તોફાની થઇ જાય છે. માછીમારોને સામાન્ય રીતે જુન માસથી સમુદ્રમાં માછીમારી માટે જવું વિશેષ જાેખમયુકત હોય છે. મત્સ્યોદ્યોગ ખાતું તથા પોર્ટ ઓફીસર દ્વારા આવા માછીમારોને મે માસથી સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. તેમ છતાં અનઅધિકૃત રીતે કોઇ માછીમાર માછીમારી માટે સમુદ્રમાં ચાલ્યા જાય અને વાવાઝોડા, વરસાદ કે ભારે પવનના કારણે સમુદ્ર તોફાની બને તેવા સંજાેગોમાં સમુદ્રમાં ચાલ્યા ગયેલ માછીમારોના જીવનું જાેખમ ઉભું થાય તેવો સંભવ છે જેથી આવા માછીમારોને ગેરકાયદેસર રીતે જતા અટકાવવા અનિવાર્ય હોય, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારના દરીયા કાઠેથી કે ક્રિક એરીયામાં કોઇપણ માછીમારોએ કે અન્ય કોઇ વ્યક્તિઓએ તા.૧-૬-૨૦૨૨ થી તા.૩૧-૭-૨૦૨૦૨૨ સુધી માછીમારી માટે કે અન્ય કોઇ હેતુસર સમુદ્રમાં કે ક્રિક એરીયામાં જવા ઉપર અને કોઇપણ બોટની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામું પોર્ટ ઉપર આવતા વ્યાપારીક જહાજાેને, લશ્કરી દળો, અર્ધ લશ્કરી દળો, ગુજરાત મેરીટાઇમ બોર્ડની બોટો, અજાડ ટાપુ તથા ઓખાથી બેટ દ્વારકા વચ્ચે અવર-જવર માટે સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરેલ પેસેન્જર બોટોને, નોન મોટરરાઇઝડ ક્રાફટ તથા પગડીયા માછીમારને લાગુ પડશે નહીં. જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

error: Content is protected !!