વડાલ અને ઇશાપુરને જાેડતા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માર્ગના હાલ બેહાલ

0

જૂનાગઢ પંથકના વડાલ અને ઇશાપુર ગામને જાેડતા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માર્ગના હાલ ખરાબ થવાનાં કારણે આ માર્ગ ઉપરથી પસાર થતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સ્થાનિકોની માંગ છે કે, વહેલી તકે આ માર્ગનું સમારકામ શરૂ કરવામાં આવે. મહત્વનું છે કે, આ મામલે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જાેશી, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને મીડિયા દ્વારા જવાબદાર તંત્રને પૂછવામાં આવે ત્યારે ૫ દિવસમાં કાર્ય શરૂ થઇ જશે તેવા જવાબો આપવામાં આવી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે, શું જવાબદાર તંત્ર અને કોન્ટ્રાકટરો વચ્ચે સંકલનનો અભાવ છે કે પછી કામ શરૂ થવામાં વિલંબ પાછળ અન્ય કોઈ કારણ છે ? ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે રાજ્ય સરકાર દ્વારા પણ જાહેર કરવામાં આવ્યું હતું કે, રાજયના તમામ ખાડા ખબડા વાળા રસ્તાઓનું સમારકામ ચોમાસા પૂર્વે જ કરી દેવામાં આવશે.

error: Content is protected !!