પુરાણકાળથી જેને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે તે ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જાે આપી અને ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ગૌહત્યા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે તે માટે વ્યાપક માંગ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના અર્જુન આંબલીયા પણ આ મુદ્દે દિલ્હીમાં જંતર-મંતર ખાતે છેલ્લા દોઢ વર્ષથી વધુ સમય થયા ધરણાં ઉપર હોય, તેને અનેક સાધુ-સંતો, સામાજિક સંસ્થાઓ વિગેરેનું સમર્થન સાંપડયું છે. આ બાબતે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની જેમ ગુજરાત સરકાર દ્વારા પણ ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જાે આપવા બિલ પસાર કરી, કેન્દ્ર સરકારને મોકલી આપે તેવી માંગ સાથે ખંભાળિયાના ક્રાંતિ યુવા મંચના કાર્યકરો દિપક બરછા, જયરામ નાનેરા, ધર્મેન્દ્ર બારોટ, રમેશ હરીયાણી, મહેશ સોલંકી, ભાવિક બરછા, દીપક દુધૈયા, સહિતના કાર્યકરો દ્વારા અહીંના મામલતદારને એક આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.