પ્રગતિ પોર્ટલના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી દેખરેખ નીચે તૈયાર થઈ રહેલ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે કે જે હિન્દુ ધર્મના મુખ્ય ચારધામ પૈકીનું એક ધામ દ્વારિકાધીશના ધામ સુધી જઈ રહ્યો છે તે રોડને અનુસંધાને ઇન્ડિયન રોડ કોંગ્રેસ એ રોડના બાંધકામની ડિઝાઇન નક્કી કરતી અધિકૃત સંસ્થા છે. આ ઇન્ડિયન રોડ કોંગ્રેસ દ્વારા સલામતીને ધ્યાને રાખી ચોક્કસ ધારાધોરણો નક્કી કરેલા છે. નેશનલ હાઇવેનું બાંધકામ કરવા માટે ઇન્ડિયન રોડ કોંગ્રેસે ઠરાવેલા સલામતીના ધારાધોરણો જાળવવા ફરજિયાત છે. જેથી રોડના બાંધકામ વખતે ઇન્ડિયન રોડ કોંગ્રેસે ઠરાવેલા સલામતીના ધારાધોરણોનું સંપૂર્ણપણે પાલન કરવાની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની હોય તે મુજબ હાઈવેનું બાંધકામ કરવા વિસ્તૃત વિગતો સાથે જવાબદાર તંત્રને આવેદનપત્ર અપાયું છે.