પ્રભાસ-પાટણ પોલીસને રાજયનાં ડીજીપીએ સર્વોત્તમ કામગીરી માટે ગોૈરવ એવોર્ડ એનાયત કર્યો

0

ગીર-સોમનાથ જીલ્લાનાં પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ મનોજગીરી દિલીપગીરી ગોસ્વામીને ગાંધીનગર ખાતે પોલીસ વિભાગની સારી કામગીરી બદલ ગુજરાત ગર્વ એવોર્ડ એનાયત થયો છે. ડીજીપી દ્વારા દર વર્ષે ઉત્કૃષ્ટ સર્વોત્તમ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓની પસંદગી કરાય છે અને ગર્વ એવોર્ડ સમારોહ યોજી સન્માન કરાય છે. ગાંધીનગર હેલીપેડ મેદાન ખાતે યોજાયેલ આ સમારોહમાં ફિલ્મ અભિનેત્રી જયપ્રદા તથા રાજયનાં ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગીર-સોમનાથનાં આ પોલીસ કર્મચારીએ દરિયામાં કુદીને જીવનનો અંત આણવા માંગતી મહિલાનો જીવ બચાવીને જીવન રક્ષક બની ફરજભાવના સાથે સંવેદનશિલતાનું પ્રેરક ઉદાહરણ દાખવતા તેઓ સન્માનિત થયા હતા.

error: Content is protected !!