Tuesday, August 9

પોલીસ વિભાગમાં પ્રશંસનીય કામગીરી કરનાર તેમજ ગંભીર પ્રકારનાં ગુનાનો ભેદ ઉકેલવામાં પણ સફળતા મેળવનાર બાહોશ અધિકારી જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મેડલ ફોર એકસલન્સ ઈન ઈન્વેસ્ટિગેશનથી સન્માનિત કરાશે

0

સને ૨૦૧૮ની સાલથી ભારત સરકાર દ્વારા દેશના જુદા-જુદા રાજ્યની પોલીસ દ્વારા કરવામાં આવતી પોલીસ તપાસ સારી રીતે કરવામાં આવે તે હેતુથી ખૂબ જ સારા ઇન્વેસ્ટિગેશન માટે પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા મેડલ આપી સન્માનિત કરવામા આવે છે. સને ૨૦૧૮ના વર્ષમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને ભાવનગર શહેર ખાતે ૨૦૧૨ની સાલમાં બનેલ ડબલ મર્ડરના કેસમાં નમૂનેદાર પોલીસ તપાસ કરી, ટ્રાયલ દરમ્યાન ભાવનગર સેસન્શ કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવતા, ગૃહ મંત્રાલય દ્વારા ૨૦૧૮ના વર્ષ માટે યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન આપી, સૌપ્રથમ સન્માનિત કારવાનું નક્કી કરવામાં આવેલ હતું. ભાવનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૨૦૧૨ની સાલમાં દાખલ થયેલ ચકચારી બેવડી હત્યાના ગુન્હાની તપાસમાં ગુન્હો શોધી કાઢવા ઉપરાંત, સાયન્ટિફિક પુરાવાઓ, સાયોગિક પુરાવાઓ વિગેરે પુરાવાઓ આધારે તપાસ કરી, આરોપી સુધીશ દયાશંકર દ્વિવેદીને આજીવન કેદની સજા કરાવનાર ભાવનગરના તત્કાલીન પોલીસ ઇન્સ. અને હાલના જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ૨૦૧૮ના વર્ષ માટે યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન માટે પસંદગી કરવામાં આવેલ હતી. સને ૨૦૧૮ની સાલમાં આ મેડલ માટે આખા ગુજરાત રાજ્યમાંથી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત સીઆઈડી ક્રાઇમના ડીવાયએસપી એ.એ.સૈયદ એમ બે અધિકારીની આ મેડલ માટે સૌપ્રથમ પસંદગી કરવામાં આવેલ હતી. ત્યારબાદ દરેક વર્ષે આ મેડલ આપવામાં આવે છે અને આજદિન સુધી આશરે ૧૩ જેટલા પોલીસ અધિકારીઓને ભારત કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આ મેડલ એનાયત કરવામાં આવેલ છે. આવતીકાલ તા.૨૯-૫-૨૦૨૨ના રોજ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પોલીસ આવાસના લોકાર્પણ સમારોહ કાર્યક્રમમાં ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અત્યાર સુધી આ મેડલ મેળવેલ ૧૩ જેટલા પોલીસ અધિકારીઓને ગૃહ મંત્રાલય મેડલથી અલંકૃત કરવામાં આવશે. જેમાં પોલીસ વિભાગમાં પ્રશંસનીય કામગીરી કરનાર તેમજ ગંભીર પ્રકારનાં ગુનાનો ભેદ ઉકેલવામાં પણ સફળતા મેળવનાર બાહોશ અધિકારી જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મેડલ ફોર એકસલન્સ ઈન ઈન્વેસ્ટિગેશનથી સન્માનિત કરાશે.

error: Content is protected !!