IPL ફાઈનલ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ “નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં” યોજાનાર છે ત્યારે ગિરનાર રોપ-વે એ ભારતનો સૌથી લાંબો રોપવે છે અને ગુજરાતની અજાયબી છે, તેણે એક સ્કીમ શરૂ કરવાનો ર્નિણય કર્યો છે, કે જાે ગુજરાત ટાઇટન્સ ટાઇટલ જીતે તો જે કોઈ પણ સ્ટેડિયમમાં માન્ય ટિકિટ સાથે ન્મેચ જાેવા ગયા હશે અને તે જ ટિકિટ ગિરનાર રોપવે ઉપર બતાવશે તો તેમને ગિરનાર રોપ-વે દ્વારા ફ્રી રોપ-વેની સવારી આપવામાં આવશે. ગિરનાર રોપવે ઉપર આ સ્કીમ ૩૦મી મે ૨૦૨૨થી એક મહિના માટે માન્ય છે. નિયમો અને શરતો લાગુ રહેશે.પોતાની ટીમ હોવી ગુજરાત માટે ગર્વની વાત છે અને ટીમ માટે તેની પ્રથમ સિઝનમાં ફાઇનલમાં પહોંચવું એ એક મોટી સિદ્ધિ છે.