દેવભૂમિ દ્વારકાના હર્ષદ સ્થિત ૧૦૮ના સ્ટાફની પ્રમાણિકતા અકસ્માતગ્રસ્ત દર્દીનો કિંમતી સામાન પરિવારજનોને સુપ્રત કર્યો

0

ઓખાના ડાલડા બંદર વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા આમીનભાઈ નામના એક શખ્સ તેમના ધંધાના કામ અર્થે મોટરસાયકલ ઉપર પોરબંદર જઈ રહ્યા હતા. આ દરમ્યાન રોકડ રકમ તેમજ જરૂરી દસ્તાવેજાે લઈને બાઇક ઉપર જઇ રહેલા આ આસામીનું મોટરસાયકલ કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગામ પાસેની ચેકપોસ્ટ નજીક સ્લીપ થઈ ગયું હતું. આ અકસ્માતના કારણે બાઇક સવાર ૫૫ વર્ષિય પ્રૌઢને ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ બાબત અંગે સ્થાનિકો દ્વારા ઇમરજન્સી ૧૦૮ને જાણ કરવામાં આવતા હર્ષદ ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઇ.એમ.ટી. હાર્દિક ડવ તથા પાયલોટ દિનેશભાઈ દ્વારા ઘવાયેલા બાઈક ચાલકને તાકીદની પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતગ્રસ્ત વ્યક્તિ પાસેની રૂપિયા ૪૦ હજારની રોકડ રકમ, રૂપિયા ૩૦ હજારનો એક ચેક તેમજ રૂપિયા ૧૫,૦૦૦ની કિંમતના કિંમતી મોબાઈલ ફોન, રોડ ટ્રાન્સપોર્ટને લગતા અસલ દસ્તાવેજાે, ચાવી વિગેરે સંભાળીને ૧૦૮ના સ્ટાફ દ્વારા દર્દીના સંબંધીઓને સુપ્રત કરી, પ્રમાણિકતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

error: Content is protected !!