કેશોદના રણછોડનગરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

0

કેશોદના રણછોડ નગરમાં આવેલ બાપા સીતારામ મંદિર પરિસરમાં ભગવાન બગળેશ્વર મહાદેવ મુર્તી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમીતે સાત દિવસ મહાશિવપુરાણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન બગળેશ્વરના વિવિધ સ્વરૂપોની ઝાંખી સાથે કાર્યક્રમો યોજાયા હતા. બાપાસીતારામ મંદિર પરિસરમાં બગળેશ્વર મહાદેવ મંદિર નિમાર્ણ મુર્તી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કેશોદના ઉતમચંદ્ર સારસ્વતે સંગીતમય શૈલીમાં શિવ મહાપુરાણનું રસપાન સાથે જીવન જીવવાની કળા અને પારિવારિક સંબંધો, ધર્મો અને હિંદુત્વ વિષે સમય પ્રમાણેના ઉદાહરણ આપી લોકોને સમજાવી પ્રરેણા સાથે કુરિવાજાે-વ્યસન મુક્તિ જાગરણ શિક્ષણ માટેની માહિતી આપી જાગૃતતા લાવવા લોકોને અનુરોધ કર્યો હતો. શિવ મહાપુરાણ સાથે ભગવાન બગળેશ્વર મહાદેવના દિવ્ય સ્વરૂપોની ઝાંખી કરવામાં આવતી હતી. જેમાં શિવ વિવાહ, ગણેશ પ્રાગટય દ્રાદશ, જ્યોતિરલિંગના દર્શન અને શિવરાત્રીનો મહિમા સહિતની ઝાંખીઓ રાખવામાં આવેલ હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગાવાહીની ભારત વિકાસ પરિષદ, હરેરામ ગૃપ, જલારામ મંદિર ગૃપ, બગળેશ્વર મંદિરના ટ્રસ્ટીઓ નંદાભાઈ, ડી.કે. મહેશભાઈ, પાંસેરિયા વિશાલભાઈ, સોલંકી દલશુખબાપુ, લખનભાઈ કામરીયા, મુકેશભાઈ તેમજ બાપાસીતારામ યુવક મંડળ અને રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ તથા ધર્મ પ્રેમી જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તન, મન, ધનથી સાથ સહકાર આપ્યો હતો.

error: Content is protected !!