શ્રી પરશુરામ ફાઉન્ડેશન જૂનાગઢના ચેરમને શહેર ભાજપ મહામંત્રી અને ગીરનાર યાત્રાધામ વિકાસ બોર્ડના ડીરેકટર તરીકે સર્વ જ્ઞાતિ સેવાકીય અને રાજકીય પ્રવૃતિઓ સાથે ઓતપ્રોત એવા શૈલેષભાઈ દવેના તા.૩૦ મેના રોજ જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તા.ર૯/પ/ર૦રરના રોજ શિવમ પાર્ટી પ્લોટ ખાતે કુપોષિત બાળકોને હેલ્ધી કીટ વિતરણ, આયુષ્યમાન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, ગ્રે કાર્ડ અને રૂા.બે લાખનો પ્રધાનમંત્રી વીમા યોજના અંતર્ગત વિશાળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં દરેક યોજનામાં આશરે રપ૦ જેટલા સર્વ જ્ઞાતિના લાભાર્થીઓએ લાભ લીધેલ હતો. રપ જેટલા કુપોષિત બાળકોને હેલ્ધી કીટ વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સર્વ સંતગણ રૂષિકેશ સ્વામી ગુરૂકુળ, જુના મંદિરના પ્રેમસ્વરૂપ સ્વામી ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, ચંદ્રેશભાઈ હેરમા, સંજયભાઈ મણવર, છેલભાઈ જાેષી, હસુભાઈ જાેષી, કે.ડી. પંડયા, ડો.બારમેડ, બટુકબાપુ, ચેતનભાઈ ફડદુ, ધીરૂભાઈ ગોહેલ, વિનુભાઈ અમીપરા, બીપીનભાઈ શિંગાળા, ભરતભાઈ લખલાણી, મુકેશભાઈ મહેતા, સનતભાઈ પંડયા, અશોકભાઈ ભટ્ટ, ભાનુબેન ટાંક, આરતીબેન જાેષી, આદ્યાશકિબેન મજમુદાર, પ્રિતિબેન સાંગાણી, ભાવનાબેન પોશીયા, સીમાબેન પપિલીયા, અલ્તાફભાઈ અશરફભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા પાંખના પારસ રાવલ, ચિરાગ જાેષી, કેતન ભટ્ટ, ગાયત્રીબેન જાની, સીતાબેન દવે, માલતીબેન મહેતા, કુસુમબેન મહેતા, દિવ્યાબેન જાેષી, રૂપલબેન લખલાણી તથા બધા જ કારોબારી સભ્યોએ ખુબ જ જહેમત ઉઠાવી હતી એમ મહેશભાઈ જાેષીની યાદી જણાવે છે.