માણાવદરમાં ગીર ગાય સંવર્ધન માટે સાડા ત્રણ વિઘામાં “અનસુયા ગૌ ધામ” કેન્દ્રની હિતેન શેઠ દ્વારા સ્થાપના

0

ભારતમાં પ્રાચીન સમયથી ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક વ્યવસાય રહ્યા છે. આમાં શુદ્ધ વંશની ગીર ગાયનું સંવર્ધન ખૂબ જ ઓછું જાેવા મળે છે જે બાબત ધ્યાને લઇ માણાવદર ખાતે મૂળ મુંબઈના વતની મેઘનાબેન હિતેનભાઈ શેઠ દ્વારા નિસ્વાર્થ ભાવે ગીર વંશ સુધારણા અને સંવર્ધન માટે અનસુયા ગૌ ધામની શરૂઆત કરવામાં આવી છે. આ ગૌ ધામ સાડા ત્રણ વિધા વિસ્તારમાં વિસ્તરેલ છે ને તેમાં ભાવનગર બ્લડ લાઇનનું ૪૦ જેટલું અસલ ગીર ગૌધન રાખવામાં આવેલ છે જેનું પરંપરાગત અને વૈજ્ઞાનિક બંને રીતનો સમન્વય કરી ગાયોનું પાલન કરવામાં આવે છે. આ ગાયો ગૌધનને ગૌઆધારિત ખેતી કરી અને ઉગાડેલ ચારો આપવામાં આવે છે અને ગાયોની સ્વાસ્થ્ય જળવાઈ રહે અને દૂધની ગુણવત્તા અનેક ગણી વધી જાય તે માટે ૨૮ થી ૩૦ જેટલી અલગ અલગ પ્રકારની ઔષધિઓ આપવામાં આવે છે. આ ગૌધામ દ્વારા ૧૫૦ થી ૨૦૦ લીટર છાશનું દરરોજ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે અને વિશેષ તો એ કે અહીં પરંપરાગત અને વૈદિક પદ્ધતિ દ્વારા ઘી બનાવવામાં આવે છે જે મનુષ્યના સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. અહીં ૩૦ લોકો આજીવીકા પણ મેળવે છે જેનો પગાર શેઠ પરિવાર તરફથી આપવામાં આવે છે. આ સંસ્થા દ્વારા મેઘબિંદુ નામથી ઘીનું વેંચાણ કરવામાં પણ આવે છે જેની મોટા શહેરોમાં ખૂબ જ માંગ વધુ છે. જર્સી અને એચ.એફ ગાયને બદલે ગીર ગાયનું દૂધ અને ઘી સ્વાસ્થ્ય માટે અમૃત સમાન પુરવાર થયેલ છે. આ સંસ્થા જાે કે ડી.સી. શેઠના અવસાન પછી તેમના સ્મરણાર્થે શરૂ થઈ હતી તે સમયે માત્ર બે ગીર ગાયો હતી આજે ૪૦ ગીર ગાયો છે. મેઘનાબેન મુંબઈથી માણાવદર શિફ્ટ થઈ જતાં આ પ્રવૃત્તિને વધારે વિકાસ મળ્યો છે. મુંબઈ નગરીની આધુનિક લાઈફ લાઈન છોડી હિતેનભાઈ તથા મેઘનાબેન ગીર ગાયોના ઉછેર માટે માણાવદર સ્થાઇ થઈ ગાયોના સંવર્ધન માટે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

error: Content is protected !!