જૂનાગઢમાં ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે શનિદેવ જન્મોત્સવની ભાવભેર ઉજવણી, વિવિધ કાર્યક્રમો યોજાયા

0

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલે શનિદેવ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ શહેરમાં કોલેજ રોડ ઉપર આવેલા ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે બિરાજમાન શનિદેવનાં મંદિરે વિવિધ ધામિર્ક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અહીં સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા હતા. શનિદેવનાં મંદિરે માથુ ટેકવી પોતાના દુઃખ દર્દ આધી, વ્યાધી, ઉપાધીમાંથી મુકત કરવા શનિદેવને ભાવભેર પ્રાર્થના કરવામાં આવી હતી. સવારથી જ પુજન – અર્ચન આરતી તેમજ પ્રસાદની વ્યવસ્થા ભાવિકો માટે થઈ હતી. મિહિરભાઈ મશરૂ દ્વારા આ ધામિર્ક કાર્યક્રમોનાં આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી. અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!