દેશ તમારો તો તમે ભાગલા કેમ કર્યા ? : સ્વામી સદાનંદ સરસ્વતી

0

જમિયત-એ-ઉલમા-એ-હિંદના પ્રમુખ મસૂદ મદનીનું નિવેદન આપેલું છે કે, આ ભારત દેશ આપણો(એટલે કે સર્વ ધર્મનો અને મુસ્લિમોનો છે) છે. જેને આપણાથી તકલીફ હોય તેણે બીજે ક્યાંક જવું જાેઈએ – તેનો જવાબ આપતા પૂજ્યપાદ જ્યોતિષપીઠ અને દ્વારકા શારદાપીઠના જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના મુખ્ય શિષ્ય અને દ્વારકા શારદાપીઠના પ્રભારી સ્વામી સદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, જાે મસૂદ મદનીના કહેવા પ્રમાણે આ દેશ મુસલમાનોનો છે તો પછી મદનીને કહો કે તેણે પોતાના જ દેશના બે ટુકડા કેમ કર્યા ? દેશને તોડનારાઓ દેશને પોતાનો કહેતા કેમ સંકોચ કરતાં નથી ? સ્વામીજીએ વધુમાં કહ્યું કે, આ દેશ કોનો છે તેમાં કોઈ પ્રશ્ન નથી, આ દેશ નિઃશંકપણે તેનો છે જે આ દેશને સર્વોચ્ચ સન્માન આપે છે. મુસ્લિમો સાઉદી અરેબિયાને સર્વોપરી માને છે અને તેની તરફ મુખ રાખીને નમાઝ અદા કરે છે. પૂજ્ય સ્વામીજીએ એમ પણ કહ્યું હતું કે, જે દેશને મુસ્લિમનેતા મદનીના મુખેથી પોતાનો કહી રહ્યા છે, તેઓ જણાવે કે તેમના દેશનું નામ શું છે ? જાે તેમના દેશનું નામ ભારત છે, તો તેમણે એ પણ જણાવવું પડશે કે તેમના કયા ધાર્મિક ગ્રંથોમાં ભારતનું નામ આવ્યું છે, તે કોઈની પાસે નથી. જ્યારે હિન્દુ સનાતન ધર્મ શાસ્ત્રોમાં આ દેશનું નામ ભારત કહેવામાં આવ્યું છે અને અહીંના સનાતનીઓને ભારતીય સંસ્કૃતિ કહેવામાં આવી છે. ભારતના બંધારણમાં પણ ભારત દેશ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મદનીએ તો ત્યાં સુધી કહ્યું કે, અમે લોકસભા અને રાજ્યસભામાં પસાર થયેલા ટ્રિપલ તલાકના કાયદાને સ્વીકારીશું નહીં. હિજાબ વિરૂદ્ધના કાયદાનું પણ પાલન કરવામાં આવશે નહીં. જાે યુનિફોર્મ સિવિલ કોડનો કાયદો લાવવામાં આવશે તો તેને પણ સ્વીકારવામાં આવશે નહીં. હવે અહીં વિચારવા જેવી વાત એ છે કે, જે લોકો ભારતના સર્વધર્મના ધાર્મિક ગ્રંથોને માનતા નથી અથવા ભારતના બંધારણને અનુસરતા નથી તેમનો દેશ કેવી રીતે હોઈ શકે ? મદનીનું આ નિવેદન કાશી વિશ્વનાથ જ્ઞાનવાપીના કારણે આવ્યું છે, જ્યાં હિન્દુ દેવી-દેવતાઓના પ્રતીકો છે તે ધાર્મિક સ્થળોને કોઈ કેવી રીતે નકારી શકે, તેના પ્રત્યક્ષ પુરાવામાં કોઈ શંકા હોવી જાેઈએ નહીં. એટલું ચોક્કસ કહી શકાય કે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને અનુસરનારા અથવા ભારતનાં સર્વ ધર્મનાં લોકોએ ભારતીય બંધારણનો સ્વીકાર કરનારાઓનો આ દેશ છે. પૂજ્ય સ્વામીજીએ કહ્યું કે, આવું નિવેદન આપવું મસૂદ મદનીનું હાસ્યપદ જ કહી શકાય. સ્વામીજીએ આશા વ્યક્ત કરી કે મદનીજી અને તેમના સાથીદારો આવું દુસ્સાહસ નહીં કરે અને દેશની શાંતિને ખલેલ પહોંચાડશે નહીં તે દરેક ધર્મનાં હિતમાં છે. ભારતમાં સર્વ ધર્મનાં લોકો શાંતિ અને અમન-ચેનથી રહે તેવું વાતાવરણ દરેક ધર્મનાં સાધુ, સંતો, સુફી, સંતો અને નેતાઓએ અનુસરવું જાેઈએ.

error: Content is protected !!