જામખંભાળિયામાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનું ગરીબ કલ્યાણ સંમેલન યોજાયું

0

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના સિમલા ખાતેથી ગરીબ કલ્યાણ સંમેલન અંતર્ગત લાભાર્થીઓ સાથે ઓનલાઇન માધ્યમથી સંવાદ યોજયો હતો. જેમાં વડાપ્રધાનએ વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમજ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળના દેશના કુલ ૧૦ કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોના ખાતામાં ૧૧માં હપ્તાની ૨૧ હજાર કરોડથી વધુની રકમ જમા કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાકક્ષાનું ગરીબ કલ્યાણ સંમેલન જામખંભાળિયા ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓ જાેડાયા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરી, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઇ કણજારીયા, શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ નકુમ, ભાજપ અગ્રણી પ્રતાપભાઈ પિંડારિયા, ઇન્ચાર્જ અધિક કલેકટર ભાવેશ ખેર, ખંભાળીયા પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા સહિતના અગ્રણીઓ, અધિકારીઓ જાેડાયા હતા.

error: Content is protected !!