Monday, July 4

જેતપુર વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના આગેવાનો કોંગ્રેસમાં જાેડાયા

0

ચૂંટણી નજીક આવતી જાય છે તેમ દરેક પક્ષ સક્રિય થઈ ગયા છે. ભાંગતોડ ચાલુ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ જેતપુર તાલુકાના લુણાગરા ગામે ૩૦થી વધુ મહિલા આગેવાનો અને જેતપુર તાલુકાના આમ આદમી પાર્ટીના આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. રાજકોટ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ ભાવનાબેન ભૂતએ કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ડેલીગેટ ડી.કે. વેકરિયાની અધ્યક્ષતામાં લુણાગરા ગામે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આમ આદમી પાર્ટીના મીડિયા ઈન્ચાર્જ ધવલભાઈ ધામેલીયા, વી.ડી. કોટડીયા, રમેશભાઇ બાંભરોલીયા, અતુલભાઈ પાદરિયા, કેતનભાઇ રાદડિયા, કેશુભાઇ સરવૈયા કોંગ્રેસમાં જાેડાયા હતા. આ કાર્યક્રમમાં જેતપુર વિધાનસભા કોંગ્રેસ અગ્રણી કિરીટભાઈ પાનેલીયા, રાજકોટ જિલ્લા કોંગ્રેસ અગ્રણી સેજુલભાઈ ભૂત, ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!