જૂનાગઢ મહાનગરપાલિકાની સેક્રેટરી શાખામાં ફરજ બજાવી રહેલા ડેપ્યુટી મેયર કાર્યાલયના વર્ગ-૪ના કર્મચારી બીપીનભાઈ અંબાવીભાઈ રતનપરા વય મર્યાદાના કારણે નિવૃત્ત થયેલ છે. જૂનાગઢ મનપાની તમામ શાખાઓમાં વિવેકી રીતે ફરજ બજાવી આશરે ૩૯ વર્ષ નોકરી કરી નિવૃત્ત થનાર કર્મચારીને સન્માનિત કરેલ અને આવનારા નિવૃત્ત જીવનમાં પણ સેવાકીય કાર્યોમાં પ્રવૃત્ત રહે એવી શુભકામનાઓ પાઠવેલ હતી.