કડક કાર્યવાહી : માંગરોળ પોલીસ દ્વારા સરપ્રાઈઝ વાહન ચેકીંગ કરાયું

0

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે ડી.વાય.એસ.પી. કોડિયાતરની સૂચના મુજબ માંગરોળ સીટી વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. માંગરોળ પોલીસની ટીમે શહેરમાં ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી. આ ડ્રાઇવ દરમ્યાન માંગરોળ પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે લાલ આંખ કરી હતી અને નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે શહેરભરમાં કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ડીવાયએસપી કોડિયાતર, પોલીસ સ્ટેશનના અધિકારી, કર્મચારીઓ દ્વારા સરપ્રાઈઝ વાહન ચેકીંગ કરવામાં આવેલ હતા અને આ ચેકીંગ દરમ્યાન માંગરોળ પોલીસ દ્વારા કાર્યવાહી કરી, ટ્રાફીક નિયમના ભંગ બદલ સ્થળ ઉપર જ રૂા.૪૦૦૦ દંડ વસુલ કરવામાં આવેલ હતો તથા ૪૮ વાહન ડિટેઇન કર્યા હતા. માંગરોળ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવમાં ડી.વાય.એસ.પી. કોડિયાતર પોતે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
માંગરોળ પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ દરમ્યાન નાના બાળકો, લાઇસન્સ વગરના ચાલકો, આધાર પુરાવા વગરના ટુ વ્હીલ ચલાવતા ચાલકો સામે લાલ આંખ કરી હોય, ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરી હતી. ત્યારે માંગરોળ પોલીસમાંથી જાણવા મળતી માહિતી અનુસાર માંગરોળ પોલીસની ટીમે આ ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન ટ્રાફિક નિયમનો ભંગ કરતાં એક જ દિવસમાં ૪૮ વાહન ડીટેઇન કરવામાં આવતા ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયેલો હતો. માંગરોળ પોલીસની આ કાર્યવાહીની વ્યાપારીઓ દ્વારા ખુબ જ પ્રશંસા કરવામાં આવી રહી હતી. આ કામગીરીમાં ડીવાયએસપી કોડીયાતર, ડી.આર. મોરી, એમ.આર. વાળા, દોલુભા જુજીયા, બહાદુરસિંહ, ભાવસિંહ મોરી, રવિભાઈ પરમાર, પુનાભાઈ કોડીયાતર, પ્રિતેશસિંહ, પ્રદીપસિંહ, સાજીદ ખાન, પી.કે. ધામા, હસમુખભાઈ વાજા સહિતના પોલીસ કર્મચારીઓ તથા ટ્રાફીક બ્રીગેડના જવાનોએ સાથે રહી કામગીરી કરી હતી.

error: Content is protected !!