અમરેલીથી આવતા પ્રવાસીઓ ઉપર દિવ પોલીસ દ્વારા આતંકવાદી જેવો વહેવાર, ભારે રોષ

0

દિવ પ્રવાસી ક્ષેત્ર વિસ્તાર સમગ્ર દેશમાં મોટું નામ ધરાવે છે. દિવ, દમણ શાસકો દ્વારા આ અરબી સમુદ્રને વિકસાવી ટુરિઝમ વિસ્તારને આકર્ષણરૂપ આપી આ ટાપુ ઉપર સુંદર રમણીય વિસ્તારને ઉદ્યોગ ક્ષેત્રે ધમધમતો કરવા સતત પ્રયાસ હાથ ધરી રહ્યા છે ત્યારે બીજી તરફ દિવ આવતા દેશ-વિદેશના સહેલાણીઓ સાથે દિવ પોલીસની દબંગગીરી અને આંતકનો વધુ એક કિસ્સો ગઇકાલે જાહેરમાં જાેવા મળતા અને વિડીયો વાયરલ થતાં પ્રવાસીઓમાં ભારે રોષ ફેલાય રહ્યો છે. આ દિવ પોલીસ સામે તાત્કાલીક પગલા લઇ દિવની શાનને ઝાંખપ લગાડનાર પોલીસમેન સામે ગુન્હો નોંધવા માંગ ઉઠી રહી છે. આતંકવાદી ઘુસ્યા હોય તેવો ગુજરાતના પ્રવાસી સાથે દિવ પોલીસનો વહેવાર જાેવા મળે છે. ગઇકાલે અમરેલી જીલ્લાના પ્રવાસીને રોડ ઉપર આડેધડ લાતો અને ઢીકા-પાટું મારી પોલીસએ ઝુલમની હદ વટાવી દીધી હતી. મહિલા અને બાળા ઉપર પણ હાથો હાથની મારામારી કરી આ વીડીયો વાયરલ થતાં પ્રવાસીઓમાં દિવ પોલીસના આતંકની ઠેર-ઠેર આલોચના સાથે આ ગંભીર બનાવ સામે પગલા લેવા માંગ ઉઠી રહી છે.
કડક કાર્યવાહીની માંગ
ઉનાના દેલવાડા ખાતે આજે રિપબ્લિકન પાર્ટીના કાર્યાલય તે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. અમરેલીથી આવતા દીવ પ્રવાસીઓ ઉપર પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યું છે તેને લઈને રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા તેના ગુજરાત પ્રમુખ જેસીંગભાઇ શામજીભાઈ રાઠોડ તેમના કાર્યાલય અમરેલીથી દીવ આવતા પર્યટકો ઉપર છુટા હાથની મારામારી કરી છે તેને લઈને આજે રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા એ તે સખત શબ્દોમાં વખોડી છે અને તેની નિંદા કરે છે. અત્યારે કાયદાના રક્ષક જ્યારે ભક્ષક બની જાય અને તેને કોઈક એવું ન રહે તે માટે આવા પોલીસકર્મીઓ ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જાેઈએ અને અમરેલીથી આવતા દીવ પ્રવાસીઓ ઉપર જે દમન ગુજારવામાં આવ્યું છે. તેમની ફરિયાદ લેવામાં આવે અને આની પૂરતી તપાસ થાય અને આવા પોલીસ કર્મી ઉપર કાયદાનો સકંજાે કસવામાં આવે તેવી લોકમુખે માંગણી ઉઠવા પામી છે.

error: Content is protected !!