જૂનાગઢથી વડાલ ગામથી ચોકી તરફ જતાં રસ્તે આવેલ ગણેશ મિલનાં પાર્કીંગમાં વિજયભાઈ ગોવિંદભાઈ ચાવડાનાં ટ્રક નં. જીજે-૧૧-વીવી ૧પ૪૩માં મંગલપુરથી ઘઉં ભરી ગણેશ મિલમાં ખાલી કરવા ગયેલ ત્યારે મિલ બંધ થઈ જતાં આઈસર ડેકીમાં ફરીયાદી અને સાહેદે મોબાઈલ રાખી સુઈ ગયા હતાં. દરમ્યાન કોઈ અજાણ્યા ઈસમે આઈસર ટ્રકનાં દરવાજાનાં કાચ તોડી મોબાઈલ ફોન નંગ-ર કિંમત રૂા. ૩૬૯૮૯નાં ચોરી થયાની પોલીસમાં ફરીયાદ નોંધાવતાં જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે બાતમીનાં આધારે અલ્લારખા નુરાભાઈ લાડક (રહે. વંથલી) તથા તેનો જમાઈ હાજીભાઈ દાઉદભાઈ મોરી (રહે બજેડા, તા. ધંધુકા)ને ઝાલણસર ગામનાં પુલ પાસેથી ઝડપી લઈ અંગજડતીમાંથી મોબાઈલ ફોન-ર કિં. રૂા. ૩૬૯૮૯ના મળી આવતાં તમામ મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી અર્થે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવેલ છે. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ એચ.આઈ. ભાટી, પ્રકાશભાઈ ડાભી, દિપકભાઈ બડવા, દિવ્યેશકુમાર ડાભી વગેરે સ્ટાફ જાેડાયેલ હતો.