વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્વારા ઓટો રીક્ષામાં ભૂલી ગયેલ કપડા સહિતના રૂા.૧૫,૦૦૦ની કિંમતનો થેલો નેત્રમ શાખા જૂનાગઢ દ્વારા શોધી અપાયો

0

કમલેશભાઇ દાનાભાઇ માવદીયા જૂનાગઢ શહેર ખાતે કૃષી યુની. કેમ્પસમાં રહેતા હોય અને તા.૨૯-૫-૨૦૨૨ના રોજ હરીદ્વારની યાત્રા કરી જૂનાગઢ ખાતે આવેલ હોય અને ગાંધી ચોકથી જૂનાગઢ કૃષી યુની. કેમ્પસમાં પોતાના ઘરે જવા માટે ઓટો રીક્ષામાં બેઠેલ, તેમના કપડા, યાત્રા દરમ્યાન ખરીદી કરેલ કિંમતી વસ્તુ અને ડોક્યુમેન્ટ સહિત કુલ રૂા.૧૫,૦૦૦/-ની કિંમતના સામાનનો થેલો ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ, જે થેલો ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય, તે અને તેમના પરીવારના સભ્યો વ્યથિત થઈ ગયેલ હતા. કમલેશભાઇ દ્વારા આ બાબતની જાણ સી ડીવીઝન પો.સ્ટે.ના પી.એસ.આઇ. જે.જે. ગઢવીને કરતા પી.એસ.આઇ. જે.જે.ગઢવી દ્વારા નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને આ બાબતની જાણ કરતા નેત્રમ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડીવીઝન પો.સ્ટે.ના પી.એસ.આઇ. જે.જે.ગઢવી, નેત્રમ શાખા(કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કો. અશોકભાઇ રામ, હાર્દિકસિંહ સીસોદીયા, એન્જી. મસઉદ અલીખાન પઠાણ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી કમલેશભાઇ જે સ્થળથી પસાર થયેલ તે સમગ્ર રૂટના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા કમલેશભાઇ ગાંધીચોકથી ઓટો રીક્ષા બેઠેલ તે રીક્ષાને ટ્રેક કરતા રીક્ષા કૃષી યુની. સુધી સીસીટીવી કેમેરામાં નજરે પડેલ. સીસીટીવી કેમેરામાં કમલેશભાઇ અને તેમનો પરીવાર ઓટો રીક્ષામાંથી ઉતરતા સમયે પોતાનો થેલો ઓટો રીક્ષામાં જ ભુલી ગયાનું ધ્યાને આવેલ હતું. સીસીટીવી ફૂટેજ દ્વારા તે ઓટો રીક્ષાનો નંબર જીજે-૦૬-એયુ-૬૦૪૬ શોધી કાઢવામાં આવેલ હતી. તે ઓટો રીક્ષાના નંબરની માહિતી આધારે રીક્ષા ચાલક અનવર નાણેજા હોવાનું શોધી કાઢવામાં આવેલ હતું. રીક્ષા ચાલકને નેત્રમ શાખા દ્વારા શોધી પૂછપરછ કરતા તેમને પોતાની રીક્ષામાં કોઇ પેસેન્જર સામાન ભુલી ગયાનું ધ્યાને આવેલ પરંતુ આ સામાન કોનો છે ? તે તેમને માલુમ ના હતું. જૂનાગઢ પોલીસ દ્વારા કમલેશભાઇનો રૂા.૧૫,૦૦૦/-ની કિંમતનો થેલો સહી સલામત પરત કરેલ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પોતાનો ખોવાયેલ થેલો સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સંવેદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને કમલેશભાઇ દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા પણ પ્રજા સાથે સંવેદનાપૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા(કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા કમલેશભાઇનો રૂા.૧૫,૦૦૦/-ની કિંમતના સામાનનો ગુમ થયેલ થેલો ગણતરીની કલાકોમાં પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે.

error: Content is protected !!