કેશોદ નગરપાલિકા ફાયર વિભાગમાં ભરતીમાં કોઈ ગેરરીતિ થઈ નથી

0

કેશોદ નગરપાલિકા ફાયર વિભાગમાં ભરતીમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા સાથે તાજેતરમાં કોંગ્રેસ હોદેદારો દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને ફાયર વિભાગની ભરતી પ્રક્રિયા બાબતે કોંગ્રેસ હોદેદારોએ નગરપાલિકા ચિફ ઓફિસરને આવેદનપત્ર આપી યોગ્ય તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી હતી. તેમજ ફાયર વિભાગની ભરતી અંગે કેશોદના વેપારી રાજુ બોદર દ્વારા માહિતી માંગવામાં આવી હતી. જેમાં પુરતી માહિતી આપવામાં આવી ન હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. નગરપાલિકા ફાયર વિભાગમાં ભરતી કૌભાંડ બાબતે વિવિધ માધ્યમોથી પ્રસિધ્ધ થતા નકારાત્મક અહેવાલોથી નગરપાલિકાની છબી ખરડાઇ છે. ઉકત અહેવાલોમાં રજુ થયેલ આક્ષેપો પાયા વિહોણા હોય, જે સ્પષ્ટતા સંદર્ભે નગરપાલિકા પ્રમુખ ચેમ્બરમાં નગરપાલિકા ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, નગરપાલિકા સદસ્યોની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં નગરપાલિકા સતાધિશો સામે થયેલા આક્ષેપો તદન પાયા વિહોણા હોવાનું નગરપાલિકા પ્રમુખ લાભુબેન પીપલીયાએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડીયા સમક્ષ જણાવ્યું હતું. યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, ફાયર વિભાગમાં ભરતી કરવામાં આવી છે તે તમામ પ્રક્રિયા બાબતે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, કેશોદ નગરપાલિકા દ્વારા જીલ્લા કક્ષાના ફાયર સ્ટેશન માટે ફાયર સંવર્ગની ટેકનીકલ તથા નોન ટેકનીકલ જગ્યાઓ ભરવા અંગેની પ્રક્રિયા સરકારના ધારાધોરણ, ગાઇડલાઇન તેમજ નિયત થયેલ જાેગવાઇ મુજબ પ્રાદેશિક કમિશ્નર ભાવનગરની કચેરીની દેખરેખ હેઠળ કરવામાં આવેલ છે. વડી કચેરી દ્વારા નકકી થયેલ સ્થળે શારીરીક કસોટી તથા વડી કચેરી દ્વારા નિયુકત સંસ્થા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ દ્વારા લેખિત કસોટી લેવામાં આવેલ છે. આ ભરતી પ્રક્રિયા સંપુર્ણ રીતે સરકારની નકકી કરેલ ગાઇડલાઇન મુજબ પારદર્શક રીતે કરવામાં આવેલ છે. છેલ્લા થોડા સમયથી વિવિધ માધ્યમો દ્વારા કેશોદ નગરપાલિકાની ફાયર મહેકમની ભરતી અંગે પ્રસિધ્ધ થતા નકારાત્મક અહેવાલોથી નગરપાલિકાની છબી ખરડાઇ છે. ઉકત અહેવાલોમાં રજુ થયેલ આક્ષેપો પાયાવિહોણા અને સત્યથી ઉપર છે. નગરપાલિકાના ફાયર મહેકમની ભરતીની પ્રક્રિયા નિયમાનુસાર સરકારની ગાઇડલાઇન મુજબ અને પારદર્શક રીતે થયેલ હોય, ઉપર મુજબની વિગતોથી વિવિધ માધ્યમોને આ સાથે લેખિત સ્પષ્ટતા કરવામાં આવે છે.

error: Content is protected !!