યાત્રાધામ દ્વારકામાં વેકેશનના અંતિમ દિવસોમાં યાત્રિકોનું ઘોડાપુર

0

વેકેશન પૂર્ણ થવા ઉપર છે ત્યારે હરવા-ફરવાના તેમજ ધાર્મિક સ્થળો ઉપર સહેલાણીઓ અને યાત્રિકોનો ઘસારો વધતો જાય છે. ત્યારે યાત્રાધામ દ્વારકા ખાતે પણ યાત્રિકોનું ઘોડાપુર ઉભરાયું છે. તો બીજી બાજુ ગોમતી સ્નાન અને દ્વારકાધીશજીના દર્શન કરવા લાંબી કતારો જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં તમામ પરીક્ષાઓ પૂર્ણ થતાં શાળા-કોલેજાેમાં વેકેશન જાહેર કરાતા બાળકો અને વિદ્યાર્થીઓ પરિવાર સહિત રજાની મોજ માણવા હરવા ફરવાના તેમજ ધાર્મિક સ્થળો ઉપર ઉમટી પડ્યા છે. હાલ ઉનાળાની ગરમીએ ઉકળાટમાં માજા મૂકી છે તેમ છતાં લોકો વેકેશનની મોજ માણવા બહારગામના ઉમટી પડ્યા છે. એવો જ નજારો યાત્રાધામ દ્વારકામાં જાેવા મળી રહ્યો છે. હાલ દ્વારકામાં ગરમીનો પારો ઊંચો રહે છે તેમ છતાં વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે છેલ્લા દિવસોમાં દ્વારકામાં યાત્રિકોનો જાેરદાર પ્રવાહ જાેવા મળી રહ્યો છે. તેમાંય વેકેશનના છેલ્લા શનિ-રવિવારમાં હજારો યાત્રિકો ઉમટી પડ્યા છે. જેને લઈ ગોમતી સ્નાન અને ઠાકોરજીના દર્શનમાં લાંબી કતારો લાગી હતી. દ્વારકામાં યાત્રિકોનો ઘસારો થતા હોટલ-ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓ હાઉસફુલ થઈ ગયા છે. તો બીજી બાજુ ખાણી પીણીના ધંધાર્થીઓને ચાંદી થઈ ગઈ છે. યાત્રાધામ દ્વારકામાં ભાવિકોનો બેફામ ઘસારો થતા નગરપાલિકા તેમજ પોલીસ તંત્ર દ્વારા કોઈ યાંત્રિકને કોઈપણ જાતની મુશ્કેલી કે અગવડતા ન પડે તેના માટે તકેદારી અંગે ખાસ ધ્યાન રખાઈ રહ્યું છે.

error: Content is protected !!