બિલખા પીજીવીસીએલ દ્વારા નિયમીત વિજ બીલ ભરતા ગ્રાહકનું અનોખું સન્માન !

0

ગત તા. ૪ જુનને શનિવારનાં રોજ બિલખા પીજીવીસીએલ દ્વારા નિયમ સમયમાં બીલ ભરતા ગ્રાહકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જે અન્વયે ભલગામ ગામનાં કિશોરભાઈ સાવલીયા નિયમીત બીલ ભરપાઈ કરતા હોય પીજીવીસીએલનાં અધિકારીઓ દ્વારા તેમનાં ઘરે જઈને તેમને હાર પહેરાવી, શિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. તદઉપરાંત તેમનાં ઘરનાં દરવાજે સ્ટાર ઓફ પીજીવીસીએલ ગ્રાહકનું સ્ટીકર મારી સન્માન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીલ્લા પંચાયતનાં સદસ્ય અનકભાઈ ભોજક અને ભલગામનાં સરપંચ ઉપસ્થિત રહયા હતાં.

error: Content is protected !!