સ્કેટિંગ કરતા ૧૬ બાળકો જૂનાગઢથી સોમનાથ મંદિર પહોંચ્યા

0

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લોકોમાં જાગૃતિ આવે અને વિશ્વનું કલ્યાણ થાય તે હેતુસર ૧૩ જેટલા બાળકો સ્કેટીંગ કરતા કરતા જૂનાગઢથી ૧૦૦ કીમીનું અંતર કાપી સોમનાથ પહોચ્યા હતા. આ સાહસિકતા દાખવનાર તમામ બાળકો ૮ થી ૧૬ વર્ષના એક સ્કેટીંગ કલાસીસના હોવાનું જાણવા મળેલ છે. અત્રે પહોચતા સ્થાનીક લોકોએ બાળકોને આવકાર્યા હતા બાદ તમામએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.
વિશ્વ પર્યાવરણ દિવસની ઠેર ઠેર સંસ્થાઓ, લોકો દ્વારા પોતાની રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢના ૧૩ જેટલા બાળકોએ સાહસિકતા દેખાડી છે. જે અંગે તેમની સાથે આવેલ બીનાબેન સાવલિયાએ એક વાતચીતમાં જણાવેલ કે, લોકોમાં પર્યાવરણ અંગે જાગરૂકતા આવે અને વિશ્વનું કલ્યાણ થાય તે હેતુસર જૂનાગઢમાં અમારા સ્કેટીંગ કલાસીસમાં આવતા ૮ થી ૧૬ વર્ષના ૧૩ બાળકોએ જૂનાગઢથી સોમનાથ સુધીનું સ્કેટીંગ કરીને જવાનું નક્કી કર્યુ હતુ. તે મુજબ ગઈકાલે સવારે ૧૩ બાળકોએ જૂનાગઢ ખાતેથી હર હર મહાદેવના જય ઘોષ સાથે સ્કેટીંગ કરવાનું શરૂ કરી ૧૦૦ કીમીનું અંતર સ્કેટીંગ કરતા કરતા કાપી યાત્રાધામ સોમનાથ પહોંચ્યા હતા. આ અંતર કાપતા બાળકોને સાતેક કલાક જેવો સમય લાગેલ હતો. બાળકોની આ સાહસિકતા સફરમાં તેમની સાથે વાહનોમાં વાલીઓ સહિતના સાથે રહ્યા હતા. વધુમાં આ સફર પર્યાવરણ દિવસે કરવા પાછળ લોકોમાં જાગરૂકતા અને રમત- ગમત ક્ષેત્રે પણ કારકિર્દી બનાવી શકાય છે. જે દિશા તરફ બાળકો અને વાળીઓનું ધ્યાન જાય અને ગુજરાતના બાળકો સ્પોર્ટસમાં આગળ વધે તે હોવાનું જણાવેલ હતુ. સ્કેટીંગ કરીને સોમનાથ પહોંચેલા તમામ બાળકો અને સાથે રહેલા વાલીઓને અત્રે આવકાર્યા હતા. બાદમાં તમામએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી ભાવવિભોર બની ગયા હતા.

error: Content is protected !!