વિશ્વભરમાં પર્યાવરણ બચાવો દિવસની ઉજવણી થઈ રહેલ છે. ત્યારે અહીં આવેલ ગુજરાત મેરી ટાઈમ બોર્ડની કચેરી દ્વારા પોર્ટની રચના વર્ષ ૧૯૨૬માં થયા તે સમયના વૃક્ષારોપણમાં રોપેલા લાકડા અને બહોળા પ્રમાણમાં કુદરતી ઓક્સીજનના જથ્થાના ઉપજાઉ ઝાડો જેવા કે લીમડો-પીપળો અને વડલોના આશરે ૧૦૦ જેટલા ઝાડ પોર્ટ લિમિટ વધારવાના બહાના હેઠળ સોથવાળી નિયમ મુજબ અન્ય જગ્યા ઉપર આશરે ૫૦૦ જેટલા નાના-નાના ફૂલઝાડના રોપા રોપ્યાનું બહાર આવતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી વ્યાપી છે. સાથે આ પ્રશ્ને એન.જી.ટી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ફરિયાદ દાખલ થનાર હોવાનું બહાર આવેલ છે.
બ્રિટિશ રાજ-બરોડા સ્ટેટની આગવી સૂઝે અહીં ઓલ વેધર કુદરતી બંદર બન્યું
જે અંગે બહાર આવેલ હકિકતો મુજબ ત્રણ બાજુ સમુદ્ર કિનારો ધરાવતા અને પીવાના કે વાપરવાના ઉપયોગ માટેના ફક્ત ખારા પાણીના કૂવા ધરાવતા દેશના પશ્ચિમ દિશાના છેવાડા અને છેલ્લા ગામ ઓખા ગામનો વિકાસ કરવા માટે વર્ષ ૧૯૨૦માં બરોડા સ્ટેટ દ્વારા ઓખા મંડળ વિસ્તારને જામનગરના રાજવી પાસેથી વહીવટી અધિકાર સાથે મેળવેલ અને તે કારણે ઓખા ગામે વર્ષ ૧૯૨૬માં બરોડા સ્ટેટ દ્વારા પોતાના રાજ સૈયાજીરાવના નામ ઉપર અહીં સૈયાજીરાવ નામની જેટી બનાવી બ્રિટિશ હકૂમત હેઠળના આ વિસ્તારને કચ્છના અખાતના મુખ ઉપરનું ઓલ વેધર કુદરતી બંદર બનાવી આ વિસ્તારને બરોડા સ્ટેટ દ્વારા વિશ્વના ફલક ઉપર એક માલની આયાત-નિકાશ માટેના દ્વાર ખોલેલ જે કારણે અહીં પોર્ટ બનતા આ તાલુકાનો વિકાસ ચાલુ થયેલ હોય તેમ નજીકના મીઠાપુર ગામે ઔદ્યોગિક એકમ ટાટા ગ્રુપ દ્વારા ટાટા કેમિકલ્સ નામની ફેકટરી અને દ્વારકામાં એસોસીટેડ સિમેન્ટ કંપની દ્વારા એસ.એસ.સી. સિમેન્ટ ફેકટરી બનાવી દેશના વિકાસના નવા સોપાન ખોલેલ. જેમાં બરોડા સ્ટેટ દ્વારા ઓખાના અહીંના બંદરની રચના બાદ પાયાની સુવિધા સ્વરૂપની હોય તેવી સમગ્ર ગામની સ્થાનિક સુવિધાઓનું સંચાલન પોર્ટ અધિકારી દ્વારા કરવામાં આવતું હતું અને વહીવટ બરોડા સ્ટેટ હેઠળ દ્વારા અમરેલી જિલ્લાથી કરવામાં આવતું હતું.
કુદરતી સંરચના અને સો વર્ષ પહેલાની પર્યાવરણ પ્રત્યેની બરોડા સ્ટેટની જાગૃતતા ધન્યવાદને પાત્ર
ત્યારે બ્રિટિશ હકુમત અને સુંદર વહીવટ ધરાવતા બરોડા સ્ટેટ દ્વારા પર્યાવરણની જાણવણી અને ભવિષ્યમાં દેશને કિંમતી ઉપયોગી લાકડા મળી રહે તે માટે સમગ્ર બંદરિય વિસ્તારની ખુલ્લી જગ્યા ઉપર ઉપજાઉ લીમડા-પીપળો અને વડલાના કઇંક કેટલાય ઝાડો જ્યાં ત્યાં રોપવામાં આવેલ જે કારણે ગામમાં કોઈપણ પ્રકારનું કુદરતી સમુદ્રની ખારી હવાનું પ્રદૂષણ ના હતું અને ગામના સામાન્ય વાતાવરણમાં પણ લગભગ શરેરાશ ૯૫ ટકા જેટલો ઓક્સીજન પ્રજાને મળી રહે છે.
જી.એમ.બી. દ્વારા ૧૦૦ વર્ષ જૂના ૧૦૦ ઉપજાઉ લાકડા અને ઓક્સીજનના ઝાડનો નાશ કરી ૫૦૦ જેટલા ફૂલ ઝાડના રોપા રોપ્યા !
બરોડા સ્ટેટની આગવી પર્યાવરણ પ્રત્યેની આગવી સૂઝના કારણે અહીં સ્ટાફ ક્વાટર્સ કોલોની બનાવેલ ત્યારે દરેક મકાનના ફળિયામાં અને આજુ-બાજુની ખુલ્લી જગ્યામાં ઉપજાઉ લાકડા અને ઓક્સીજનના મોટા જથ્થાને ઉત્પન કરનારા ઝાડો જેવા કે લીમડો-વડલોને મોટા પ્રમાણમાં રોપી આ ગામને આજ પણ ૯૫ ટકા જેટલો કુદરતી શુધ્ધ ઓક્સીજન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ. પરંતુ બ્રિટિશ રાજની વિદાય-બરોડા સ્ટેટની વિદાય અને રાજ્ય હસ્તકના વહીવટ હેઠળના બંદરોનું ગુજરાત મેરી ટાઈમ બોર્ડમાં રૂપાંતરિત બાદ કથળેલા વહીવટ અને મનઘડત ર્નિણયોના અમલીકરણના ભાગરૂપે થોડા સમયથી ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા અહીંના બંદરનો વિકાસ કરવા માટે અને પોતાની કસ્ટમ નોટિફાઇડ લિમિટ વધારવા માટેની કાર્યવાહીના ભાગ રૂપે વર્ષ ૧૯૨૬માં બ્રિટિશ હકૂમત અને બરોડા સ્ટેટના સંચાલન સમયમાં બનાવાયેલા સ્ટાફ ક્વાટર્સની કોલોનીનો નાશ કરી પોર્ટ લિમિટ વધારેલ છે. જે વિકાસ માટે જરૂરી અને આવકાર્ય છે પરંતુ આ વિકાસ બાદ આ કોલોની અને તેની આસપાસના ખુલ્લા વિસ્તારોમાં જે તે સમયે રોપવામાં આવેલા બહુ મોટી સંખ્યાના ઉપજાઉ લાકડા અને મોટા પ્રમાણ ઉત્પન કરતાં ઓક્સીજનના ઝાડો આજ સો વર્ષ બાદ આજ સો વર્ષ જેટલા જૂના થયા છે જેના કારણે આજે પણ આ ગામમાં ગમે તે સમયે-ગમે તે સિઝનમાં પણ પ્રજાને સરેરાશ ૯૫ ટકા જેટલો કુદરતી ઓક્સીજનનો જથ્થો મળી રહે છે.
શું વિકાસના બહાને પોલ્યુસન વધારવાની યોજના ?
પરંતુ હવે પ્રદૂષણની ઘડિયાળ ઉલ્ટી ફરવાની ચાલુ થનાર હોય તેમ પોર્ટ લિમિટ વધારવાની કામગીરી સ્વરૂપે લગભગ ૧૦ એકર જમીનને રહેણાંક વિસ્તારમાંથી પોર્ટ લિમિટ વિસ્તારમાં ફેરવવામાં આવેલ છે પરંતુ આ પોર્ટ લિમિટ ફક્ત અને ફક્ત ઓપન પ્લોટ જેમ અને ત્યાં ખુલ્લો કોલસો-બોક્સાઇડ-કલિંકર-કેલસીયમ કારબોટેનની કાંકરી-જીપ્સમ જેવા લખો ટન જથ્થાને ખુલ્લામાં સંગ્રહ કરવા માટે જ આ પોર્ટ લિમિટ વધારવામાં આવેલ છે. જેના દ્વારા હવે ગામમાં પ્રદૂષણ ફેલાવવાનું ચાલુ થયેલ છે ત્યારે બીજી બાજુ સો વર્ષ જૂના સો જેટલા મોટા પ્રમાણમાં દિવસ દરમ્યાન ઓક્સીજનનું ઉત્પાદન કરતાં લીમડા-વડલાના ઝાડનો સોથવાળી કરવામાં આવેલ અને આવનાર કાર્યવાહી આ ગામને જે હાલ સરેરાશ ૯૫ ટકા જેટલો કુદરતી ઓકસીજનનો જથ્થો આપે છે તેની જગ્યા ૯૫ ટકા જેટલું પ્રદૂષણ વધી જવાની શક્યતા પણ નકારી શકાતી નથી.
કુદરતી ઓકસીજનના બહોળા ઉપજાઉ મનાતા લીમડા અને વડલાના ૧૦૦ વર્ષ જૂના ઝાડ સામે ફક્ત ૫૦૦ નાના ફૂલઝાડ રોપ્યા !
કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયમો મુજબ જ્યારે જ્યારે કોઈપણ વિકાસના કામ માટે જૂના ઝાડ દૂર કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે જે તે આ કાર્યવાહી કરનારા દ્વારા સરકારી નિયમ મુજબ નવા ઝાડ ફરજિયાત રોપવા પડે છે જે મુજબ અહીં ફક્ત સરકારી કાગળો ઉપર આ કાર્યવાહી દેખાડવા માટે આ કાર્યવાહીના ભાગરૂપે ૫૦૦ જેટલા ફૂલઝાડના રોપા વાવવામાં આવ્યાનું તસ્વીરમાં દેખાય છે જે આ હકિકતની સત્યતા દર્શાવે છે.
જૂના ઝાડોનું આધુનિક ટેકનોલોજી મુજબ ટ્રાન્સ્પ્લાન્ટેશન શા માટે નહીં ?
ત્યારે બંદરની જરૂરિયાત મુજબ પોર્ટ લિમિટ એરિયા વધારવામાં આવે તે સામે કોઈ વાંધો સ્વીકારી ના શકાય પણ હાલમાં વિકસેલી આધુનિક ટેકનોલોજી મુજબ આજ વર્ષો જૂના ઝાડોનો સોથવાળવાના બદલે તેને બંદર ખાતાની જ અને અત્યારે બિન ઉપયોગી જણાતી અન્ય ખુલ્લી જગ્યા ઉપર શા માટે “ટ્રાન્સ્પ્લાન્ટેશન” કરવા આવતું નથી તેવો પ્રશ્ન ઉપસ્થિત કરી આ અંગે અહીંના પર્યાવરણ પ્રેમી જાગૃત નાગરિક દ્વારા એન.જી.ટી.(નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ)માં ફરિયાદ દાખલ કરવામાં આવનાર હોવાનું બહાર આવેલ છે ત્યારે રાજ્ય સરકારના એકમ ગુજરાત મેરી ટાઈમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી “સો વર્ષ જૂના સો ઝાડોનો સોથવાળી”ને કરવામાં આવ્યાની અને તે કારણે ગામમાં ભવિષ્યમાં ઉત્પન થનારા પ્રદયુષણના ગંભીર પ્રશ્ને આ ઘટના દુઃખદ હોવાનું પ્રજામાં જાહેરમાં ચર્ચાય છે.