ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ અંબિકા ચોક અંબાજી મંદિર ખાતે વોર્ડ નં.૧૦ પ્રમુખ પ્રજ્ઞેશભાઈ રાવલ તથા અજયભાઈ જાેબનપુત્રા વોર્ડની ટીમ દ્વારા લોકહિતાર્થે ઈ-શ્રમ કાર્ડ, આયુષ્માન કાર્ડ તથા હેલ્થ કાર્ડ કાઢવામાં આવેલ. આ કેમ્પનો લાભ વોર્ડ નં.૧૦ના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી લીધો હતો. આ કેમ્પ આગામી ૨ દિવસ સુધી હજુ ચાલુ રહેશે જેનો લાભ બાકી રહેતા લોકો લઇ શકે છે. આ કાર્યને દિપાવવા માટે વોર્ડ નંબર ૧૦ની ટીમના જયશ્રીબેન જાની, કેતનભાઈ પોપટ, ભાવનાબેન માળી, રેસમબેન પોપટ તેમજ પુરી ટીમે જહેમત ઉઠાવી હતી.