ભેંસાણ પંથકના રફાળીયા ગામે દીપડાનો ખેડૂત ઉપર જીવલેણ હુમલો

0

જૂનાગઢના ભેંસાણ તાલુકાના રફાળીયા ગામે વહેલી સવારના પોતાની વાડીએ ઘાસ કાપતા હતા ત્યારે ખેડૂત આંબાભાઈ ટીડાભાઈ ખૂટ ઉપર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં ખભાના ભાગે અને કાનની બાજુમાં ઘવાયા હતા. જેની ખબર પડતા આજુ-બાજુ વાળાએ ૧૦૮ને જાણ કરતા સ્ટાફે ઘટના સ્થળે આવી પહોંચી ભેસાણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં વન વિભાગને જાણ કર્યા સ્ટાફ છતાં સ્થળ ઉપર આવ્યા ન હતા. જેમાં વન વિભાગની ઘોર બેદરકારી જાેવા મળી હતી તેમ પત્રકાર કાસમભાઈ હોથીની યાદીમાં જણાવ્યું છે.

error: Content is protected !!