ગુજરાતમાં આ મહિનાના બીજા સપ્તાહથી મોટાભાગની શાળાઓમાં વેકેશન પુરૂ થઈ રહયું છે ત્યારે ૧૬ જુનથી સાસણ ગીરમાં સિંહોનું વેકેશન શરૂ થવા જઈ રહયું છે. આ વેકેશન ચાર મહિના સુધી ચાલશે. આ વેકેશનના ચાર માસ સિંહોનો સંવનનકાળ કહેવામાં આવે છે. એશિયાટિક સિંહોનાં એકમાત્ર નિવાસ સ્થાન ગણાતાં ગીર નેશનલ પાર્કમાં ૧૬ જુનથી ૧પ ઓકટોબર સુધી ચાર મહિના સુધી પ્રવાસીઓ સફારીમાં સિંહનાં દર્શન કરી શકશે નહીં. હકીકતમાં સિંહોનો મેટિંગ સમય હોવાથી ૧૬ જુનથી ૧પ ઓકટોબર સુધી સિંહોનાં સંવનનકાળ ચાલતો હોવાથી આ ચાર મહિના સુધી સિંહોનું વેકેશન રહે છે. આથી આ દરમ્યાન પ્રવાસીઓ માટે દેવળીયા પાર્ક ખુલ્લું રહે છે. ચોમાસાની સિઝનમાં સિંહ સહિત વન્યજીવો માટે સંવનનકાળ હોવાથી વન્યજીવોને ખલેલ ન પહોંચે તે માટે સાસણનાં જંગલમાં ચોમાસાનું ચાર માસનું વેકેશન પડી જશે. ચાર માસનાં વેકેશન દરમ્યાન જીપ્સીઓનાં તમામ રૂટ બંધ થશે અને પ્રવાસીઓ માટે માત્ર દેવળીયા સફારી પાર્ક ચાલુ રહેશે. ચોમાસાની સિઝન સિંહો, દિપડા, હરણ, સાબર, ચિંકારા સહિતનાં મોટાભાગનાં વન્યજીવોમાં ચોમાસાનાં સમય દરમ્યાન પ્રજનન કાળ ચાલતો હોય છે.
જેથી વન્યજીવોનાં સંવનનમાં ખલેલ ન પહોંચે તે માટે વન વિભાગ દ્વારા ૧૬ જુનથી સાસણ જંગલમાં ચાર માસ માટેનું વેકેશન જાહેર કરવામાં આવે છે. આ વેકેશન ૧પ ઓકટોબરે પૂર્ણ થાય છે. આ વેકેશન દરમ્યાન પ્રવાસીઓને સિંહ દર્શન અને સફારી માટે લઈ જવામાં આવતા જીપ્સીનાં તમામ રૂટો બંધ રાખવામાં આવે છે. જાે કે દેવળીયા સફારી પાર્ક રાબેતા મુજબ ચાલુ રહેશે. ચાર માસ સુધી સાસણમાં ધંધા-રોજગારને પણ અસર પહોંચે છે.