ખંભાળિયા તાલુકાના મોટા આંબલા ગામના મુળ વતની અને હાલ લંડન ખાતે સ્થાયી થયેલા સમાજસેવિકા હાલારી વિશા ઓશવાળ સમાજના ભારતીબેન ઝવેરચંદ ગોસરાણીના આર્થિક સહયોગથી ખંભાળિયામાં સોરઠીયા પ્રજાપતિ સમાજ અને જામનગરના વિજય હેલ્થ અને ફિટનેસ સેન્ટર દ્વારા ખંભાળિયામાં વિના મૂલ્યે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પમાં શરીરનો કોઇપણ દુઃખાવાની ફિટનેસ સેન્ટર હાર્ડવેદ વિજય વાનખેડે અને તેમની ટીમ દ્વારા વિનામૂલ્યે સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો. આ સારવાર કેમ્પમાં ખંભાળિયા શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, કારૂભાઈ રામભાઈ ગઢવી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મનુભાઈ મોટાણી, ધરમપુરના પૂર્વ ઉપસરપંચ અને ભાજપ અગ્રણી મહેન્દ્રસિંહ જાડેજા (માનભા), શૈલેષભાઈ જગતિયા, ખીમાણંદભાઈ ગઢવી વિગેર આગેવાનોએ ઉપસ્થિત રહી, સમાજ સેવિકા ભારતીબેન શાહને સન્માનીત કરીને આ પ્રેરણારૂપ સેવા પ્રવૃત્તિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.