ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાના અંતર્ગત ચાલતા પ્રોજેકટ ફુડ સેફટી ટ્રેનીંગ એન્ડ સર્ટીફીકેટ દરેક ખાદ્ય પદાર્થ સાથે સંકળાયેલ અને હોટલ રેસ્ટોરન્ટ દુકાનદાર પીઝાવાળા, કરીયાણાવાળા અને ફરસાણની દુકાન સાથે સંકળાયેલ તમામ ખાદ્ય પદાર્થોના વેપારીને ર૦૧૭ના ભારત સરકારના કાયદા અનુસાર ટ્રેનીંગ સર્ટીફીકેટ લેવું અનીવાર્ય છે જેથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ૭ જુને વર્લ્ડ ફુડ સેફટી દિવસની ઉજવણી વર્લ્ડ કક્ષાએ કરવામાં આવે છે. ભારતીય ઔદ્યોગિક અને ઉદ્યમી વિકાસ સંસ્થા અને મદદનીશ કમિશ્નર કચેરી ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર જૂનાગઢ દ્વારા વર્લ્ડ ફુડ સેફટી દિવસની ઉજવણીના ભાગરૂપે બાઈક રેલીનું આઝાદ ચોક મહાનગરપાલિકાથી મધુરમ સીએનજી પેટ્રોલ પંપ સુધી આયોજન કરી તમામ વેપારીઓ માટે ફુડ સાથે સંકળાયેલા અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનું સફળ આયોજન યોેગેશભાઈ આર. ચાવડા, ડીસ્ટ્રીકટ નોડલ ઓફીસર જૂનાગઢ અને સ્ટાફના ભરતભાઈ, હિતેષભાઈ, સાગરભાઈ, ધર્મેશભાઈ, સદામભાઈ અને ધાર્મિકભાઈ દ્વારા કરવામાં આવેલ હતું.