કોમી એકતાનાં પ્રતિક એવા ઉપલા દાતારની જગ્યા ખાતે આજે વહેલી સવારથી દાતારબાપુનાં દર્શનાર્થે ભાવિકો ઉમટી પડયા હતા. ત્યારે મહંત ભીમબાપુ દ્વારા ભાવિકો માટે કેરીનો રસ, પુરી, બટેટાનું શાક, દાળ-ભાત સહિત ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરી હતી. ઉપરોકત તસ્વીરમાં ભીમબાપુ તથા પ્રસાદ લેતા ભાવિકો નજરે પડે છે.