જૂનાગઢમાં મોબાઈલ ફોન ઝુંટવી જનાર બે શખ્સોને ગણતરીની કલાકમાં ઝડપી પાડતી સી ડીવીઝન પોલીસ

0

જૂનાગઢનાં વિશાલભાઈ ગોકળભાઈ ચાવડા ગત તા. ૮ જુનનાં રોજ માણાવદરથી જૂનાગઢ આવતા હતાં ત્યારે ભુતનાથ રેલ્વે ફાટક પાસે પહોંચતાં પાછળથી એક મોટર સાયકલ ઉપર બે અજાણ્યા પુરૂષો આવેલ અને ઈવનગર ગામ તરફ જવાનો રસ્તો પુછવાનાં બહાને ફરીયાદીને રોકાવી ફરીયાદી સાથે મારકુટ કરી તેમને ધકકો મારી પછાડી દઈ તેમનાં ઝભ્ભાનાં ખિસ્સામાં રાખેલ સેમસંગ કંપનીનો જે-૭ પ્રાઈમ એન્ડ્રોઈડ મોબાઈલ ઝુંટવી નાસી ગયાની સી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આ બનાવ અંગે પોકેટ કોપ દ્વારા સર્ચ કરતાં રફીકશા કરીમશા ફકીર તથા શબ્બીર ઉર્ફે ફુગો સલીમભાઈ ગામેતી રહે. બંને ડુંગરપુરવાળા સંડોવાયેલ હોવાની માહિતીનાં આધારે બંનેને મોટર સાયકલ નં. જીજે-૩ર-ઈ ૯ર૭ર કિં. રૂા. ૩૦ હજાર તથા મોબાઈલ ફોન-૧ સાથે ઈવનગર રોડ મામાદેવનાં મંદિર પાસેથી પોલીસે ઝડપી લીધેલ છે. બંને આરોપીઓ વિષે પોકેટ કોપમાં સર્ચ કરતાં બંને આરોપીઓ ગુનાહીત ઈતિહાસ ધરાવતા હોય અને શરીર સંબંધી તેમજ મિલ્કત સંબંધી તથા દારૂનાં કેસમાં સંડોવાયેેલ હોવાની હકીકત જાણવા મળેલ હતી. આ કામગીરીમાં જૂનાગઢ સી ડીવીઝનનાં પીએસઆઈ જે.જે. ગઢવી, આઝાદસિંહ મુળુભાઈ સીસોદીયા, ચેતનસિંહ સોલંકી, મનહરભાઈ જેરામભાઈ, કરણસિંહ ઝણકાંત, દિલીપભાઈ ડાંગર વગેરે જાેડાયેલ હતાં.

error: Content is protected !!