મુખ્યમંત્રી શહેરી સડક યોજનાનાં ૮ કામો માટે જૂનાગઢ મનપાને રૂા.૩.રર કરોડની ગ્રાન્ટ ફાળવાશે

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બે મહાનગરપાલિકાઓ અને બે નગરપાલિકાઓ મળી ચાર શહેરોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂા.૧૦૯.પ૭ કરોડના વિવિધ વિકાસ કામોને એક જ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તદઅનુસાર, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં નગરો-મહાનગરોમાં જનસુખાકારીના કામો ઉપરાંત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળના કામો, શહેરી સડકના કામો જેવા બહુવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના ૮ કામો માટે રૂા.૩.રર કરોડની ગ્રાન્ટ ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
સરકારના આ ર્નિણયને પ્રદીપભાઈ ખીમાણીએ આવકારેલ છે. મુખ્યમંત્રી સમક્ષ આ કામોની સૈદ્ધાંતિક મંજૂરી માટેની દરખાસ્તો ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિ. ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ અને શહેરી વિકાસ વિભાગ દ્વારા રજુ કરવામાં આવી
હતી.

error: Content is protected !!