સૌરાષ્ટ્રમાં મેઘરાજાની દસ્તક : ગમે ત્યારે વરસાદ

0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા ચાર-પાંચ દિવસ થયાં વહેલી સવારે વાદળીછાયું વાતાવરણ સર્જાય છે અને સાથે જ ચોમાસાનાં આગમન પહેલાનો માહોલ ઉભો થતો જાય છે. આજે ભીમ અગિયારસનાં શુકનવંતા પર્વે મેઘરાજા અમીછાંટણા કરે તેવું વાતાવરણ સર્જાયું છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં મેઘરાજા જાણે દરવાજે દસ્તક દઈ રહયા હોય તેવું લાગી રહયું છે. અને ગમે ત્યારે વરસાદ થાય તેવો માહોલ ઉભો થયો છે.
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ૫ાંચ દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગઈકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જાેવા મળ્યો છે. રાજકોટ, અમરેલી અને ડાંગમાં વરસાદ પડ્યો છે.રાજકોટના ગોંડલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વાસાવડ ગામે એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ થયો છે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખેતરોમાં પણ વરસાદ થતાં ખેડૂતો રાજી થયા છે. ગોંડલવાસીઓને ગરમીમાંથી થોડી રાહત મળી છે. વાતાવરણ પહેલા વરસાદ બાદ ખુશનુમા થઈ ગયું છે.
અમરેલીના ધારી તાલુકાના ચલાલા અને બાબરા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે વાતાવરણમાં પલ્ટો ભારે પવન સાથે વરસાદી માહોલ જાેવા મળ્યો, સવાર થી ભારે ઉકળાટ ભરેલા વાતાવરણ વચ્ચે બપોર બાદ વરસાદનુ આગમન થયું હતું. સમયસર પહેલો વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છે તો કેરી પકવાતા ખેડૂતોને માથે ચિંતાના વાદળ છવાયા છે.
જાે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ મેઘ સવારી જાેવા મળી છે. હવામાન વિભાગની આગાહીની તારીખ મુજબ ૧૦ તારીખે ડાંગ જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. ગિરિમથક સાપુતારામાં પવન સાથે વરસાદનું આગમન થયું છે. વરસાદી વાતાવરણ સમગ્ર ડાંગ જિલ્લામાં જાેવા મળી રહ્યું છે. સાપુતારા તળેટી ના ગામો ચોચપાડા , ગલકુંડ વિસ્તારમાં સારો એવો વરસાદ વરસ્યો
છે. રાજયમાં આજથી ૫ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, તાપી, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઇ છે. આજે એટલે કે શનિવારે પણ રાજ્યમાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જેમાં અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલીમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રવિવારે પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. રવિવારે અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલીમાં વરસાદની આગાહી છે. સોમવારે પણ અમદાવાદ સહિત રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

error: Content is protected !!