જૂનાગઢમાં રહેતા એક નિવૃત્ત કર્મચારીની ભિયાળ ગામે આવેલી જમીન ઉંચા ભાવે વેંચાવી આપવાની લાલચ આપી તેમની પાસે ગુંદરણ ગામની જમીનનો સાટાખત કરાવી રૂપિયા પડાવ્યા હતા અને પાછા નહોતા આપ્યા. આ ગુનામાં પોલીસે બે શખ્સોને ઝડપી લીધા છે. જૂનાગઢના જાેષીપુરામાં આવેલી હરિદ્વાર સોસાયટીમાં રહેતા નિવૃત્ત કર્મચારી ધનસુખભાઇ કુરજીભાઇ ધડુકની ભિયાળ ગામે આવેલી જમીન ઉંચા ભાવે વેંચાવી આપવાની લાલચ આપી ગુંદરણ ગામની જમીનનો સાટાખત કરાવી રૂા.૫૭ લાખ મેળવ્યા હતા અને પછી ધનસુખભાઇને પાછા નહોતા આપ્યા. આથી ધનસુખભાઇએ ગુંદરણ ગામના લખમણભાઇ ભગવાનભાઇ કરમટા અને કાળુભાઇ ભગવાનભાઇ કરમટા સામે ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં પોલીસે તપાસ હાથ ધરી બંનેને ઝડપી લઇ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેઓને તા.૧૫ જુન સુધીના રીમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કર્યો હતો.