જૂનાગઢમાંથી મોટર સાયકલ ચોરનાર ઝડપાયો

0

જૂનાગઢ સી ડીવીઝનનો પોલીસ સ્ટાફ ગ્રોફેડ મીલ પાસે પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન ગ્રોફેડ ફાટક પાસેથી મોટર સાયકલ નં. જીજે-૧૧-જેજે ૯રર૧ સાથે રાજુ નાથાભાઈ મુછાળા (રહે. બાવલા તા. જામજાેધપુર) નીકળતાં તેને રોકી મોટર સાયકલ માલીકી બાબતે પુછપરછ કરતાં આ મોટર સાયકલ ગાંધીગ્રામ ધરમ અવેડા પાસેથી ચોર્યુ હોવાની કબુલાત આપતાં મોટર સાયકલ કિં. રૂા. ૧પ૦૦૦ સાથે પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં સી ડીવીઝનનાં પીએસઆઈ જે.જે. ગઢવી, પીએસઆઈ પી.એચ. મશરૂ, એ.એમ. સીસોદીયા, એન.આર. ભેટારીયા, ચેતનસિંહ સોલંકી, કરણસિંહ ઝણકાત, દિલીપભાઈ ડાંગર, જીલુભા ગાંગાણા, અમિતભાઈ મોનપરા, નાગદાનભાઈ સિંધવ, હરસુખભાઈ સીસોદીયા, અંજનાબેન ચવાણ, પાયલબેન સોલંકી વગેરે સ્ટાફ જાેડાયેલ હતો.

error: Content is protected !!